એક સમયે પાલિતાણાના મિકેનિકલ કાંટા આખા દેશમાં પ્રખ્યાત અને વિશ્વસનીય હતા પરંતુ ધીરે ધીરે પાલિતાણાના કાંટા ઉદ્યોગને આધુનિકતાનો લૂણો લાગતા હાલમાં આ ઉદ્યોગ મૃતપાય બની ગયો છે.ખાસ કરીને ઇલેકટ્રીક કાંટા અને તેમાંય ચીની બનાવટના કાંટાઓ ના ભારતની બજારોમાં આવતા પાલિતાણાનો વિખ્યાત કાંટા ઉદ્યોગ મરણ પથારીએ પડયો છે.
પાલીતાણાનો કાંટા ઉદ્યોગ એટલે કે વજન માપવાના સ્કેલનો ઉદ્યોગ એક સમયે દેશભરમાં પ્રખ્યાત હતો છેક ઓગણીસો પંચાવન આસપાસ પાલીતાણાના લુહાર બંધુ ભીમજીભાઈ દેવરાજભાઈ અને નારણભાઇ દેવરાજભાઈ ઇંગ્લેન્ડથી એક કાંટો લાવી તેમાં પોતાના સંશોધનાત્મક સુધારા કરી પાલિતાણામાં કાંટા ઉદ્યોગને વિકસાવ્યો હતો અને એક સમયે પાલીતાણાના મિકેનિકલ કાંટા આખા દેશમાં પ્રખ્યાત અને વિશ્વસનીય હતા
પાલીતાણાના મિકેનિકલ કાંટા કાગળની નોટનું પણ પરફેક્ટ વજન બતાવી દે એટલા ચિવટથી બનાવાતા હતા અને એક સમયે ઇંગ્લેન્ડથી મોડેલ લાવી બનાવેલા કાંટા પાલિતાણાથી સાઉથ આફ્રિકાના દેશોમાં નિકાસ પણ થતા હતા અને પાલિતાણામાં ખૂબ સારો એવો આ ઉદ્યોગ હતો પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આવેલા ઇલેક્ટ્રોનિક્સ કાંટાયે અને એમાંયે સસ્તા અને ચીની બનાવટના કાંટાઓ ના ભારતની બઝારોમાં આવકના કારણે પાલીતાણાના કાંટા ઉદ્યોગને લૂણો લાગ્યો હોય એમ નષ્ટ થવાના આરે છે અને એ સાથે તોલા 500 kg 1 kg ના 10kg ના જે માપિયા હતા એ પણ નવી પેઢી ભૂલી જશે એવુ અત્યારે લાગી રહ્યું છે.
આ ઉદ્યોગ સાથે ત્રણ પેઢીઓ સંકળાયેલી છે
કાંટા ઉધોગ સાથે ત્રણ પેઢીઓથી સંકળાયેલી છે.એક સમયે પાલીતાણાના 7 જેટલા યુનિટો મહિને 500 જેટલા કાંટા બનાવતા અને 3000 થી 3500 ના ભાવે બહાર વેંચતા પણ હાલ મેટલના ભાવ વધતા આ મિકેનિકલ કાંટા 4000 થી 5000 સુધી વેચવા પડે તો પરવડે અને તેની સામે ઇલેક્ટ્રિનિક કાંટા 500 થી લઈ 2500 રૂપિયામાં મળી જાય છે જેથી આ કાંટા વેચવા મુશ્કેલ થતા ઉત્પાદન શૂન્ય જેવું થઈ ગયું છે પણ ખરેખર સાચો તોલ તો આ મિકેનિકલ કાંટાનો જ છે એ વિશ્વસનીયતા ઇલેક્ટ્રિક કાંટામાં નથી એ પણ પાક્કી વાત છે. > દીપકભાઈ લુહાર, કાંટાના ઉદ્યોગ સાથે જોડાયેલા ઉત્પાદક -પાલીતાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.