બેદરકારી:પાલિતાણા નજીક હસ્તગીરી તિર્થ જવાનો માર્ગ બિસ્માર

પાલિતાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારો,જાહેર રજાઓમાં પ્રવાસીઓનો રહેતો ધસારો
  • તિર્થ સ્થાન હોય અસંખ્ય લોકો દર વર્ષે તિર્થક્ષેત્રમાં યાત્રાએ આવતા બિસ્માર માર્ગથી ભોગવતા મુશ્કેલી

પાલીતાણાથી માત્ર અઢાર કી. મી દૂર આવેલા હિલસ્ટેશન સમાન હસ્તગીરી તીર્થ જવા માટે રસ્તો સત્તરમી સદીના ગાડા કેડા જેવો હોવાથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. પાલીતાણા જૈન સમાજનું પવિત્ર તીર્થ હોય લાખો લોકો દર વર્ષે અહીં યાત્રા માટે આવે છે અને તેમાંથી અર્ધા ઉપરાંત લોકો પાલિતાણાથી માત્ર અઢાર કિલોમીટર દૂર આવેલા હસ્તગીરી તીર્થ ખાતે જાય છે.

ધાર્મિક સ્થળ ઉપરાંત હસ્તગીરી તિર્થ બાજુમાજ આવેલા શેત્રુંજય જળાશય , નદી, હરિ ભરી વનરાઈથી ઘેરાયેલું અને છેક પર્વત ઉપર આવેલા દેરાસરો સુધી જઇ શકાય તેવો વાહન માર્ગ પણ હોવાથી અહીં જૈન અને જૈનેતર લોકો પણ અહીં રજાઓના દિવસોમાં ઉમટી પડે છે આ ઉપરાંત પાલિતાણાથી હસ્તગીરી જતા વચ્ચે રોહિશાળા તીર્થ પણ આકાર પામ્યું છે.

પણ પાલિતાણાથી હસ્તગીરી જવાનો રોડ ગાડા કેડા જેવો થઈ ગયો છે અને ખૂબ લોકો અહીં હેરાન થાય છે તંત્ર કહે છે કામ મંજુર થયું છે પણ ક્યારે થશે ? પાલીતાણાના હસ્તગીરી તીર્થ ખાતે દિવાળીના તહેવારોમાં એક અઠવાડીયામાં જ 50 હજારથી વધુ યાત્રાળુઓએ ધર્મ દર્શન સાથે પ્રકૃતિ દર્શનનો લાભ લીધો હતો.દિવાળીથી શરૂ થઈ દરરોજ અસંખ્ય લોકો આ સ્થળની મુલાકાતે આવે છે.હસ્તગીરી તીર્થ બે વર્ષથી કોરોનાને કારણે ફિક્કું લાગતું તીર્થક્ષેત્ર ધમધમી ઉઠ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...