પાલિતાણા તાલુકાના જાળીયા માનાજીથી સાતપડા જતો માર્ગ ગાડા કેડાને સારો કેવરાવે એવી હાલતમાં છે અને આવા બિસ્માર રોડને કારણે છેલ્લા એક વર્ષથી લોકો અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. પાલિતાણા તાલુકાના જાળીયા માનાજી જે ઘેટી ને અડીને આવેલું નાનું એવું ગામ છે , આ ગામને બાજુના સાતપડા ગામ સાથે ખૂબ વ્યવહાર છે.
અહીંના બાળકો સાતપડા ગામની હાઈસ્કૂલ માં સાયકલ લઈને પણ ભણવા જાય છે બાકીના લોકો હસ્તગીરીથી જાળીયા થઈ સાતપડા ગારીયાધારના વ્યવહાર માટે પણ આ રસ્તો ખૂબ ઉપયોગી છે , એવું જ ગારિયાધાર પંથકના ગામો પણ સાતપડા , જાળીયા થઇ ખૂબ લોકો હસ્તગીરી જતા આવતા હોય છે પણ છેલ્લા સાતેક વર્ષથી આ રસ્તો તદ્દન ખરાબ હાલતમાં હોય લોકો પરેશાન છે.
મળતી માહિતી મુજબ આ રોડ જાન્યુઆરી મહિનામાં નવો બનાવવા મંજુર પણ થયો છે પરંતુ અનેક રજૂઆતો બાદ પણ અહીં રોડ બનવાના કોઈ એંધાણ નથી ને કાલે ચોમાસુ બેસી જશે એટલે પાછું લોકોને છ મહિના હેરાન થવાનું એ હાલ છે. આમ હવે ચોમાસુ આવી રહ્યું છે તે પહેલા આ જાળીયાથી સાતપડા જતો આ અત્યંત ખખડધજ માર્ગ યુધ્ધના ધોરણે રીપેર નહીં થાય તો આગામી ચોમાસામાં આ વિસ્તારના રહેવાસીઓને ભારે હાડમારી ભોગવવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.