હાલાકી:દસ વર્ષથી ખુલ્લી ગટરથી પરેશાન પાલિતાણાની જનતા

પાલિતાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગટર અને વરસાદના પાણીથી વકરતો રોગચાળો
  • સફાઈ પાછળ કેટલાક વિસ્તારોની અવગણના

પાલીતાણા શહેરના બહારપરા વિસ્તારના અસંખ્ય રહીશો દસ વરસથી ખુલ્લી ગટરની સમસ્યાથી પરેશાન છે આ વિસ્તારની સમસ્યા અંગે અનેક વખત રજુઆતો કરાઇ પણ કોઇ ઉકેલ આવતો નથી.તિર્થનગરી પાલીતાણાના મોટા રસ્તાઓ અને તળેટીમાં સફાઈ કરવામાં ધ્યાન રાખતી સુધરાઈ પાલીતાણાના અંદરના વિસ્તારોમાં લોકોની સમસ્યા પ્રત્યે દરકાર નથી કરતી એવી હકીકતો પણ સામે આવી રહી છે.

પાલીતાણાથી ઘેટી જવાના રસ્તે બહારપરા વિસ્તારનો છેવાડાનો પણ અત્યારે તો મધ્યમાં આવી ગયેલા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી આ ખુલ્લી ગટરના ત્રાસથી લોકો પરેશાન છે, કાયમની ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોગચાળો સમયે તો આ વિસ્તારમાં સતત ડર હોય છે અને ચોમાસામાં તો ગટર અને વરસાદનુ પાણી બંને ભેગા થઈ જાય ત્યારે લોકોને આજુબાજુના વિસ્તારમાં રહેવું કે ન રહેવું એવી હાલત થઈ જાય છે.

આ બાબતે અહીંના રહીશોએ નગરસેવકથી લઈ છેક વડાપ્રધાન કાર્યાલય સુધી ફરિયાદો કરી છે,પાલીતાણાની સફાઈ માટે કરોડોની ગ્રાન્ટ પણ સરકાર ફાળવે છે પણ છતાંયે પાલીતાણા શહેરના જ આ વિસ્તારની આવી અવગણના શા માટે એ પણ યક્ષ પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...