વિશેષ:જિલ્લામાં એકમાત્ર કમળા માતાજીનું મંદિર

પાલીતાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​પાલિતાણાના કદમગીરી કોળમ્બાધામ ખાતે વર્ષોથી ઉજવવામાં આવતી કમળા હુતાસણી

પાલીતાણા તાલુકાના કદમગીરી ગામે આવેલ કમળાઈ માતાજીના વૈશ્વિક કોળમ્બા ધામ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કમળા હુતાસણી ઉજવવામાં આવશે. કદમગીરી ડુંગર ઉપર તા. 5 ને રવિવારે કમળાઈ હુતાસણી ઉજવવામાં આવશે. કમળા હુતાસણીની ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. ભાવનગર જિલ્લામાં એકમાત્ર અહીં કમળા હુતાસણીની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે કામળિયા વાડ યુવા ગ્રુપ દ્વારા રવિવારે રાત્રે લોક ડાયરાનો પણ આયોજન કરવામાં આવેલ છે.

હોળીના આગળના દિવસે કમળા ઉતાસણી કદમગીરી ડુંગર પર આવેલ કમળાઈ માતાજી મંદિરે માતાજીના સાનિધ્યમાં દર વર્ષે પહોળી પ્રગટાવી અને કમળા ઉચ્ચાસનની ઉજવણી કરવામાં આવે છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં હોળીની ઉજવણી કરવામાં આવે છે અહીં આજુબાજુના ગામોમાંથી તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. હોળી પ્રગટાવી તેમાં ખજૂર દાળિયા પતાસાની આહુતી અપાય છે.

દર વર્ષે અખાત્રીજે મેળો ભરાઇ છે
આ કમળાઈ માતાજી કામળિયા દરબારો અને બીજી અન્ય ઘણી કોમના કુળદેવી છે અત્રે ઉલ્લેખની છે કે કામળિયા દરબારોના બાર ગામો છે. અને મહત્વની નોંધવા જેવી બાબત એ છે કે અહીં 16 મી સદીમાં માતંગદેવ દર્શન અર્થે કચ્છથી આવેલ તે અખાત્રીજના દિવસે અહીં આવેલા જેથી અહીં દર વર્ષે અખાત્રીજે મેળો ભરાય છે.

વિષ્ણુની અર્ધાંગિની બનવા કદંબાવાસી કમલાદેવીએ અગ્નિ જ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું
કમળા ઉતાસણી અંગે એવી માન્યતા પ્રચલિત છે કે વિષ્ણુની અર્ધાંગિની બનવા કદંબાવાસી કમલાદેવીએ ફાગણ સુદી ચૌદસને દિવસે અગ્નિ જ્યોતમાં પોતાનું પરિવર્તન કર્યું તેથી તે દિવસની યાદી કમળા ઓચાસણી તરીકે ભારતમાં પ્રખ્યાત છે. આ કમળાદેવીના દેહ વિલય પછી તે સમુદ્રમાંથી લક્ષ્મીરૂપે ઉત્પન્ન થયા તેથી લક્ષ્મીદેવી ગણાય છે.

અન્ય સમાચારો પણ છે...