આયોજન:આજે પાલિતાણામાં પટેલ સમાજનો સત્તરમો સમુહલગ્નોત્સવ યોજાશે

પાલિતાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે
  • સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સમૂહલગ્નમાં 45 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડશે

આવતી કાલ તા. તારીખ 14 નવેમ્બરને રવિવારે પાલિતાણાના સતુવાબાબા વિદ્યાલય સામે બનાવેલા વિશાલ શમિયાણામાં સાંજે 4 વાગ્યાથી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા સત્તરમો સમૂહલગ્ન સમારોહ યોજાનાર છે.

આ સમારોહનું અધ્યક્ષસ્થાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઇ માંડવીયા શોભાવશે અને તેમની તથા પટેલ સમાજના હાથી સ્તંભ જેવા આગેવાનો મનહરભાઈ સાચપરા કે જે સમારોહના મુખ્ય દાતા છે, તથા રાજ્યસરકારના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા તથા દાતાઓ, રાજસ્વી મહાનુભાવો, ઉદ્યોગપતિઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ પાઠવશે સમારોહને સફળ બનાવવા સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, કમલેશભાઈ જીવાણી, વિજય ગોટી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...