દુર્ઘટના:પાલિતાણામાં એસ.ટી. બસની અડફેટે મઢડાના યુવાનનું મોત

પાલિતાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મઢડા ગામનો યુવાન બાઇક પર પાલિતાણા જઇ રહ્યો હતો
  • જિલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય રાજેન્દ્રસિંહ સરવૈયાના પુત્રના અવસાનથી ઘેરો શોક છવાયો

પાલિતાણા સ્ટેશન રોડ પર એસ.ટી. બસે સ્પીડમાં પોતાનું વાહન ચલાવી બાઈક ચાલકને અડફેટમાં લેતા પાલિતાણા માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા મઢડા ગામના યુવકનું મોત નિપજ્યું હતું. પાલિતાણાના સ્ટેશન રોડ પર આજે બપોરે પાલિતાણાના માર્કેટીંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા મઢડા ગામના રહેવાસી રોહિતસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયા (ઉં.વ.35) બાઈક પર કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે પાલિતાણાથી પાટણા જતી એસ.ટી. બસના ચાલકે પાછળથી ટલ્લો મારતા પડી જતા તેને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું.

મૃતક મઢડા ગામના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સદ્દસ્ય રાજેન્દ્રસિંહ સરવૈયાના દીકરા થાય. તેઓ 14 વર્ષની પુત્રી અને માત્ર 4 વર્ષના પુત્ર તથા પરિવારને છોડી ગયા હતા. આ ઘટનાથી ગામમાં તથા તેમના પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પાલીતાણા ના સ્ટેશન રોડ પરના ટ્રાફિક માટે વારંવાર રજૂઆતો થઈ છે , સાંકડો રોડ છે અને કોઈ પણ વાહનની પાર્કિંગ ની કોઈ જ વ્યવસ્થા જકાતનાકાથી લઈ ઓવનબ્રિજ સુધી ક્યાંય નથી રોડ પર આડેધડ પાર્કિંગ કરાયેલા વાહનો, ઉપરથી દુકાનોના ઓટલાઓ અને બાકી રહે છે તો લારીવાળા સવાર- સાંજ સેંકડો હીરાઘસુઓ ને આ રસ્તેજ જવાનું બપોરે હીરાવાળા ગામમાં ખરીદી માટે નીકળે એનો ટ્રાફિક આ બધી વાતનો ઈલાજ ન શોધાય તો આ રોડ પર આવી ઘટનાઓ ઘટતી જ રહેશે એવો લોકોમાં પણ આક્રોશ છે

અન્ય સમાચારો પણ છે...