જરૂરીયાત:પાલિતાણામાં ટાઉનહોલ અથવા ઓડિટોરિયમની ખાસ જરૂરીયાત

પાલિતાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામુહિક પ્રયાસોથી શહેરમાં નવી સુવિધા કરી શકાય
  • સામાજિક કાર્યક્રમો, મનોરંજન જેવા કાર્યક્રમ માટે લોકો ઉપયોગ કરી શકે

પાલિતાણા શહેરમાં જનતા કે સરકારી કાર્યક્રમો યોજના માટે અદ્યતન સુવિધા યુકત ટાઉનહોલ અથવા ઓડિટોરીયમની સુવિધા ઝંખી રહી છે. પાલીતાણા પ્રસિદ્ધ યાત્રાધામને લીધે જિલ્લામાં અગ્રેસર શહેરોમાંનું એક શહેર છે પરંતુ અનેક સુવિધાઓના નામે પાલીતાણા શૂન્ય જેવું છે.

પાલિતાણામાં અંદાજિત સીત્તેર હજાર આસપાસની વસ્તી અને સતત બહારથી આવતા યાત્રાળુ , મજૂરીકામ માટે આવેલા લોકો , કોઈ પ્રસંગો માટે લોકો પાલિતાણામાં સતત હોય છે પરંતુ પાલિતાણાની સ્થાનિક જનતા અને ખુદ સરકારી કાર્યક્રમો માટે અહીં કોઈ સારો ટાઉનહોલ કે ઓડિટોરિયમની સુવિધા નથી. સામાન્ય પ્રજાને કોઈ કાર્યક્રમ , પ્રસંગ , મનોરંજન માટે કોઈ કાર્યક્રમો કોઈ મોટિવેશનના કાર્યક્રમો કરવા હોય તો વ્યવસ્થા નથી

અન્ય શહેરોની માફક પાલિતાણામાં સુવિધા યુકત ટાઉન હોલ કે ઓડિટોરીયમ હોય તો સ્થાનિક પાલિતાણના લોકો માટે સામાજિક પ્રસંગ કે મનોરંજન જેવા કાર્યક્રમો યોજવા માટે અનુકુળતા રહે.પાલિતાણાની જનતા શહેરમાં આ સુવિધા લાંબા સમયથી ઇચ્છી રહી જેના માટે સામુહિક પ્રયાસો કરવાની ખાસ જરૂર છે.શહેરીજનોને વહેલી તેવી અપેક્ષા રાખી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...