ભવ્યાતિભવ્ય આયોજન:આચાર્ય રાજહંસસૂરિની નિશ્રામાં સમર કેમ્પ, જ્ઞાન શિબિરનુ વિશિષ્ટ આયોજન

પાલિતાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિધ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલિતાણા આયોજીત

સિદ્ધપુરની પવિત્ર ભૂમિ માં સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ પાલીતાણા માં પૂજ્ય આચાર્ય ભગવાન રાજહંસસૂરીશ્વરજી મ.સા આદિથાણાની પાવન નિશ્રામાં તારીખ 1 -5 થી 5-5 સુધી સમર કેમ્પ અને જ્ઞાન શિબિરનુ ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર પાંચ દિવસીય કાર્યક્રમમાં ધાર્મિક પ્રવૃત્તિ રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનુ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરમાં 120 વિદ્યાર્થીઓ જીવન ઘડતરના પાઠ શીખી રહ્યા છે જાદુગર, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગિરિરાજના વધામણા જેવા કાર્યક્રમો તેમજ પૂજ્ય આચાર્ય ભગવંત રાજહંસસૂરીશ્વરજી મ.સા અને પૂજ્ય મુનિરાજ પ્રેમહંસ મસા ના પ્રવચન દ્વારા બાળકોને વિશિષ્ટ અનુભવો થઇ રહ્યા છે શિબિરના અંતિમ દિવસે શિબિરાર્થીઓને ગિરિરાજની યાત્રા કરવામાં આવશે શિબિરના સમાપન કાર્યક્રમમાં બેસ્ટ પર્ફોમન્સ કરનાર વિદ્યાર્થીઓને શીલ્ડ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.

સમગ્ર જ્ઞાનશિબિરમાં બાલાશ્રમના ગૃહપતિ હસમુખભાઇ શાહ, તેમજ સંચાલક વિજયસિંહ ચૌહાણ અને જયદીપભાઇ શાહ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ શિબિરના ઉદ્ઘાટન પ્રસંગમા બી.સી, મહેતા, શાંતિભાઈ હેમચંદભાઈ શાહ, રમેશભાઇ સંઘવી, અતુલભાઈ શાહ ભોગીલાલભાઈ હેમચંદભાઇ શાહ, હરેશભાઇ દોશી, પંકજભાઈ સંઘવી અને સ્થાનિક સેક્રેટરી શાંતિભાઇ મહેતા તેમજ સ્થાનિક કમિટીના મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...