તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધર્મ:શાળાએ સાક્ષરતાનું નહીં, શિક્ષણનું ધામ બનવું જોઈએ-ધર્મબોધી વિજયજી મ.સા.

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલીતાણા જૈન સંઘના ઉપક્રમે યોજાયો શિક્ષણ પરિસંવાદ

પાલીતાણા જૈન સંઘના ઉપક્રમે યોજાયેલા એક શિક્ષણ વિષયક પરિસંવાદમાં ધર્મબોધી વિજયજી મ. સાહેબએ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થામાંથી મૂલ્ય શિક્ષણની બાદબાકી થઇ છે.આપણી પ્રાચીન વ્યવસ્થામાં ગુરુકુળમાં આચાર્ય તરફથી મૂલ્ય શિક્ષણ મળતું હતું. જેથી સમાજ સાત્વિક હતો. શિક્ષણ જગતે આપણી પ્રાચીન વ્યવસ્થા તરફ એક નજર કરવી જ રહી.પાઠ્યક્રમના અભ્યાસક્રમ ની સાથે હવે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે મૂલ્ય શિક્ષણ તરફ સક્રિય થવાનો પ્રયાસ કરવો જોઈએ.

આ પ્રસંગે ઉપસ્થિત પાલીતાણા તાલુકાની તમામ પ્રાથમિક શાળાના આચાર્યઓને મૂલ્ય શિક્ષણ વિશે વક્તવ્ય આપતા તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રદાયિકતાથી મુક્ત પુસ્તકોનો સેટ આજે શાળા માટે ભેટ આપ્યો છે જે સૌને ખૂબ ઉપયોગી થશે. આ સાથે એક બુકફેરનું પણ આયોજન થયું હતું તેમાં વિનામુલ્યે ભેટ પુસ્તકો આપવામાં આવ્યા હતા.આ પ્રસંગે દર અઠવાડિયે પ્રકાશિત થતું બાળ સાપ્તાહિક પાલીતાણા તાલુકાની દરેક શાળાને બાળકોના લાભાર્થે નિયમિત રીતે તદ્દન વિનામૂલ્યે મોકલી આપવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય વિજયસિંહ ચૌહાણ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અતુલભાઈ મકવાણા, બી.આર.સી કૉ ઓર્ડીનેટર હાર્દિકભાઈ ગોહિલ, પાલીતાણા જૈન સંઘના પ્રમુખ શાંતિભાઇ મહેતા તથા હિતેશભાઈ અજમેરા, અજયભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...