વિશેષ:સ્મશાનમાં યોજાઈ સત્યનારાયણની કથા

પાલિતાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી રાજસ્થળીના સ્મશાનમાં સત્યનારાયણની કથા યોજાઈ,યોગ પ્રાણાયામના વર્ગો યોજાય છે

સ્મશાન શબ્દ સાંભળતા જ આમ તો માણસને તેનાથી દૂર રહેવાનું મન થાય ,એક ડર એક નજવા જેવું સ્થળ લાગે પણ છેલ્લા સમયમાં લોકોમાં આવેલી જાગૃતિના કારણે હવે સ્મશાન નામનો ડર ઓછો થઈ ગયો છે. પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે આવેલા સ્મશાનમાં ગામના યુવાનોએ વૃક્ષો વાવ્યા છે,સ્મશાનમાં રમતો યોજાય છે ,સ્મશાનમાં વહેલી સવારે યોગ અને પ્રાણાયામના વર્ગો થાય છે.

હાલમાં જ સ્મશાનમાં ભગવાન સત્યનારાયણની કથા યોજાઈ હતી જેમાં ગામજનો અને યુવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સૌથી ખાસ વાત એ હતી કે સ્મશાનમાં યોજાયેલી કથામાં ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો.ગામડામાં મોટાભાગે બહેનો સ્મશાને જતા નથી હોતા એ પરંપરાને પણ અહીં બહેનોએ તોડી છે અને ડર પણ દુર થયો છે.

સ્મશાન પ્રત્યેનો ડર ઓછો કરવા પ્રયાસ
મોટી રાજસ્થળી ગામમાં લોકોમાં સ્મશાન પ્રત્યેનો ડર ઓછો થાય, તેમજ સ્મશાન રળિયામણું બને, એવા પ્રયત્નો અમે ઘણા સમયથી કરીયે છીએ , સ્મશાન માં લોકો આવે બેસે અને શાંતિ ની અનુભૂતિ કરે એવું રળિયામણું સ્મશાન બને એવો અમારો હેતુ છે. - મહેશ માંગુકીયા, યુવા અગ્રણી

50 વર્ષમાં પહેલીવાર મહિલાઓ સ્મશાને આવી
હું સાસરે આવી એને 50 વરસ થયા , કોઈ દિવસ મહિલાઓ સ્મશાને ગયા એવું જોયું નહોતું , કાલે પહેલીવાર સ્મશાનમાં પગ મૂક્યો અમારી સાથે 200થી વધુ બહેનો પહેલીવાર સ્મશાને આવ્યા , કીર્તન ગાયા , સ્મશાનમાં પ્રસાદ પણ લીધો ખૂબ સારું લાગ્યું , જાતરાયે ગયા હોઈએ એવો આનંદ થયો હવે સ્મશાનમાં ભાગવત કથા પણ થાય એવી ઈચ્છા છે - દેવકુંવરબેન ભગવાનભાઈ ડાંખરા, પંચાયત સભ્યના પત્ની

અન્ય સમાચારો પણ છે...