ઉત્પાદન:પાલિતાણા યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદીનો થયો આરંભ

પાલિતાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખરીદ વેચાણ સંઘ તથા ગુજકોમાસોલ દ્વારા
  • ખેડૂતોને ઉત્પાદનનું વેચાણ માટેનું પ્લેટફોર્મ તથા વ્યાજબી ભાવ મળી રહેશે

પાલીતાણા ખરીદ વેચાણસંઘ અને ગુજકોમાસોલ દ્વારા આજે માર્કેટયાર્ડ ખાતે તુવેરની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાઇ હતી. ખ.વે સંઘના પ્રમુખ અને ડિસ્ટ્રીકટ બેંકના ડીરેક્ટર નાગજીભાઈ વાઘાણી , યાર્ડ ચેરમેન ઘનશ્યામભાઈ શિહોરા, વાઇસ ચેરમેન ભાગીરથસિંહ સરવૈયાની હાજરીમાં પ્રારંભ કરવામાં આવેલ.

પાલીતાણાના માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પાલીતાણાના ખેડૂતોની સવલત માટે સરકારે તુવેરની ટેકાના ભાવથી ખરીદી શરૂ કરી છે.ખેડૂતોને તેમના ઉત્પાદનનું યોગ્ય વેચાણ માટેનું પ્લેટફોર્મ તથા વ્યાજબી ભાવ મળે એ સરકારનો પ્રયાસ છે તેના ભાગરૂપે આજે ખરીદ વેચાણ સંઘ પાલીતાણા તથા ગુજકોમાસોલ દ્વારા આ ખરીદી શરૂ કરાઇ છે.

ખરીદીના પ્રારંભે દીપ પ્રાગટય કરી શ્રીફળ વધેરી મુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે નવા વરાયેલા ડિસ્ટ્રીકટ બેંકના ડીરેક્ટર અને ખ.વે.સંઘના પ્રમુખ નાગજીભાઈ વાઘાણી , ઘનશ્યામભાઈ શિહોરા, ભાગીરથસિંહ સરવૈયા , નાનુભાઈ ડાખરા સહિત ગુજકોમાસોલના પ્રતિનિધિ અને તુવેર વેચાણ માટે આવેલ ખેડૂતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

અન્ય સમાચારો પણ છે...