રજૂઆત:પાલિતાણા માનસિંહજી હોસ્પિ.નું નવું બિલ્ડીંગ બનાવવા દરખાસ્ત

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિંહજી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક
  • ધારાસભ્ય દ્વારા હાલ ચાર ડોક્ટરની જ્યાએ મળવાપાત્ર થતા 6 ડોક્ટર માટે ખાલી જગ્યા ભરવા ભલામણ

પાલિતાણામાં માનસિંહજી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતીની બેઠક ધારાસભ્ય,સમિતિના સભ્યો,પ્રાંત અધીકારી તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં ધારાસભ્ય દ્વારા હાલ ચાર ડોક્ટર છે ત્યાં મળવાપાત્ર થતા 6 ડોક્ટર માટે ખાલી જગ્યા ભરવા ભલામણ કરાઇ હતી તેમજ હોસ્પિટલનુ હાલનું બિલ્ડીંગ ખૂબ જૂનું હોય તે પાડીને નવું બિલ્ડીંગ બનાવવા ભલામણ તથા દરખાસ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત વધ 20 લાખ રૂપિયાની ગ્રાંટ ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવી હતી.

પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે આજે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા દ્વારા હોસ્પિટલનું બિલ્ડીંગ નવું બનાવવા, 56 બેડની સુવિધા છે તે વધારી 100 બેડ કરવા, ડોક્ટર હાલ ચાર છે અને રોજના 250 થી 300 ઓપીડી સામે છ ડોક્ટરની જોગવાઈ હોય 2 વધુ ડોક્ટરની નિયુકતી માટે પણ ધારાસભ્ય ધ્વારા ભલામણ કરાઈ છે.

અગાઉ ધારાસભ્ય દ્વારા કોરોનાની લેબ ચાલુ કરવા 20 લાખનું અનુદાન અપાયું હતું ત્યારે વધુ વીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ સોનોગ્રાફી મશીન માટે ફાળવ્યાનું પણ જણાવેલ હતું .રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી ગઢવી , મામલતદાર , સમિતિ સભ્ય ગોપાલ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...