તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જાળીયા માનાજી અને સાતપડા વચ્ચે કાચા માર્ગથી લોકો તોબા

પાલિતાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકો રોડ બનાવવા અનેક વખત રજુઆત કરાઇ પણ પરિણામ શુન્ય

પાલિતાણા બ્યુરો |પાલીતાણા તાલુકાના જાળીયા માનાજી તથા સાતપડા વચ્ચે મોટા પ્રમાણમાં સામાજિક વ્યવહાર રહે છે તથા ગામમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સાતપડા જતા હોય તેમને બિસ્માર માર્ગને કારણે હાલાકી પડી રહી છે.

આ બંને ગામને જોડતો હાલનો કાચો રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં હોઈ લોકોને પારાવાર મુશ્કેલી પડે છે અને આ બાબતે સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો પણ થયેલ છે આ રોડ પાક્કો રોડ બન્ને તે માટે જાળીયા માનાજી ગ્રામ પંચાયત તથા ગામના ભાજપ અગ્રણી રામ આહીર દ્વારા જીલા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...