અકસ્માતની શક્યતા:પાલિતાણા સોનગઢ રોડ પર નીલગાયોનો ભારે ત્રાસ, પશુઓ રોડ પર ધસી ન આવે તેવી કાર્યવાહી કરવી જરૂરી

પાલિતાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 23 કિલોમીટરના માર્ગમાં વન વિભાગનો મોટો વિસ્તાર હોય ગમે ત્યારે અકસ્માતની શક્યતા

પાલિતાણા સોનગઢ રોડ પર આખલાઓ અને નીલગાયનો ભારે ત્રાસ વાહન ચાલકો અનુભવી રહયાં છે જેને કારણે અકસ્માતની ભિતી રહી છે.વનવિભાગ દ્વારા આ અંગે કાર્યવાહી કરવી જરૂરી છે. પાલીતાણાથી સોનગઢના 23 કિમીના માર્ગમાં વનવિભાગનો મોટો વિસ્તાર છે જેમાં સરોડ મોખડકા વચ્ચે પીપરલા ઘોડી ઢાળ વચ્ચે તથા સોનગઢ થી એકલીયા આસપાસ નીલગાયો હાઇવે પર આવી જવાની અવાર નવાર ઘટનાઓ બને છે.

આ ઉપરાંત રખડતા ઢોરની પણ આખા રસ્તા પર સતત અવર જવરના કારણે આ ધોરી માર્ગ પર અકસ્માતો થવાની ભીતિ રહે છે. યાત્રાધામને લઈ સતત વાહન વ્યવહાર ઉપરાંત જૈન સાધુ ભગવંતોના વિહાર વખતે સવારે કે સાંજના સમયે આ વન્યપ્રાણીઓ કે રખડતા પશુઓ કોઈને ઇજા ન પહોંચાડે તે માટે વનવિભાગ દ્વારા આ પશુઓ રોડ પર ન આવી જાય તે અંગે કાર્યવાહી થવી જોઈએ. થોડા દિવસો પહેલા કાર સાથે નીલગાય અથડાઈ હતી જયારે રોડ પર ગાયો રખડતી હોય છે.વન્ય પ્રાણીઓ રોડ પર આવી ન જાય તે માટે કોઈ જોગવાઈ નથી એ તો વિચરતા જ હોય છે.

વનવિભાગ દ્વારા ચાર કેટેગરીમાં વન્યજીવોને વહેંચવામાં આવ્યા છે
એમાં સિંહ ,દીપડા,કાળિયારએ બધાની જાળવણી માટે કડક નિયમો છે.નિલગાય આ શ્રેણીમાં ચોથા ક્રમે છે એની વસ્તી સતત વધે છે અને રસ્તા પર અકસ્માતો,ખેડૂતોના ખેતરમાં નુક્શાનીના બનાવો પણ બનતા હોય છે પરંતુ નીલગાય કે અન્ય પ્રાણીઓ રસ્તા પર ન આવી જાય એ માટે કોઈ જોગવાઈ કે યોજના નથી પણ સરકાર ઈચ્છે તો આવા રસ્તાઓ પર તાર ફેન્સીંગ કરાવી શકે. > બી.એમ ચાવડા , તાલુકા ફોરેસ્ટ ઓફિસર પાલીતાણા

અન્ય સમાચારો પણ છે...