પજવણીની ફરિયાદ:પાલિતાણામાં શાળા અને કોલેજ આસપાસ પોલીસ ડ્રાઇવની જરૂર

પાલિતાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળા-કોલેજ જતી વિદ્યાર્થિનીઓની વારંવાર છેડતી-પજવણીની ફરિયાદ

પાલિતાણામાં કન્યાવિદ્યાલય અને મહિલા કોલેજ છૂટવાના અને શરૂ થવાના સમયે પોલીસની રોમિયો ડ્રાઈવ ફરજીયાત થાય તો વિદ્યાર્થીનીઓની છેડતી તેમજ પજવણીની ઘટનાઓ ન બને.

પાલિતાણામાં અગાઉ ઘણી વખત રસ્તા પર જતી દીકરીઓની છેડછાડ અને છેલ્લે એક વખત તો રસ્તે ચાલી જતી યુવતીની હત્યાની ઘટના પણ બનેલી છે ત્યારે આવી ઘટનાઓ વખતે સક્રિય થઈ જતી પોલીસ કે તંત્ર પાછું થોડો સમય જાય ત્યાં આંખ વિચી જાય છે અને કોઈને કોઈ લુખ્ખાઓને આવી ઘટનાઓ અંજામ આપવાનો સમય મળી જાય છે. પોલીસે આ બાબતે ગંભીર થઈ શાળા કોલેજ છૂટવાના સમયે બાઇક કે જીપના રાઉન્ડ લગાવવા જરૂરી છે પોલીસની હાજરી માત્ર રસ્તા પર ફરતા અને રોમિયોગીરી કરતા આવારા તત્વો માટે કાફી છે.

અન્ય સમાચારો પણ છે...