પાલિતાણાનો વિવાદનો આણંદજી કલ્યાણજી પેઢી, સરકાર અને ડોલી એસોસિએશન વચ્ચે મંત્રણા દ્વારા ઉકેલ લાવવાનો પ્રયત્ન થયા બાદ હવે જૈન સાધુઓ અને અન્ય સાધુ-મહંતો દ્વારા પણ હકારાત્મક રીતે આ વિવાદનો ઉકેલ લાવવા પ્રયત્નો શરૂ થયા છે અને આગામી રવિવારે તા.8/1/2023ના પાલિતાણા ખાતે જ આ અંગે એક મહત્વની બેઠક મળનાર છે.
આ અંગે માહિતી આપતા ભાઈજી મહારાજ ગચ્છાધિપતિ પ્રધ્યુમન વિમલસૂરિ મહારાજે જણાવ્યું હતું કે, પાલિતાણાના મામલે સંતો-મહંતો સાથે જૈન સમાજના આચાર્યો, ગચ્છાધિપતિ અને અન્ય લોકોની એક બેઠક આગામી તા.8/1/2023ને રવિવારે પાલિતાણા ખાતે મળનાર છે. જેમાં બન્ને પક્ષો સકારાત્મક રીતે ચર્ચા-વિચારણા કરનાર છે.પાલિતાણા શેત્રુંજ્ય તિર્થ અંગે વિવાદ શરૂ થયા બાદ આ તિર્થ જૈનોની આસ્થાનું કેન્દ્ર હોવાથી તેના ઠેક-ઠેકાણે પડઘા પડ્યા હતા ત્યારે જૈન સાધુઓ અને અન્યા સાધુ-મહંતો વચ્ચેની આ બેઠક મહત્વપૂર્ણ બની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.