પાલીતાણામાં વિકાસ બાબતે નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહયો છે. શહેરમાં રોડ,ગંદકી. ટ્રાફિક. ઉપરાંત દબાણ અને ગેરકાયદે બાંધકામનુ દુષણ છતાં કાર્યવાહી કરવામાં તંત્રના આંખ આડા કાન સામે લોકોમાં રોષ જોવા મળે છે અને ચૂંટણી વખતે આપેલા વચનો માત્ર વચનો રહે છે.
પાલીતાણા પંથકની પ્રજાના પ્રશ્નોની અવગણના કરનાર પ્રત્યે જનતામાં રોષની લાગણી જોવા મળે છે પાલીતાણા પંથકની પ્રજાને હથેળીમાં ચાંદ બતાવનાર નેતાઓને વિકાસના કાર્યોમાં કોઈ રસ ન હોય તેમ લાગી રહયું છે.વિકાસ બાબતે નેતાગીરીમાં ઉત્સાહનો અભાવ જોવા મળે છે પાલીતાણા પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે પ્રજાની અનેક રજૂઆતો છતાં ગમે તે કારણોસર પાલીતાણાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવતો નથી.
પાલીતાણા પંથકની પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે બિસ્માર રસ્તાઓ, સફાઈ, ટ્રાફિક પરિવહન આરોગ્ય ઉપરાંત દબાણો અને ગેરકાયદે બાંધકામો કાયદો અને વ્યવસ્થા સહિતના અનેક પ્રશ્નો હજુ યથાવત છે ચૂંટણી સમયે પ્રજાને હથેળીમાં ચાંદ બતાવીને ઠાલા વચનો આપતા રાજકીય નેતાઓ પ્રત્યે લોકોમાં ભારે રોષ છે. ચૂંટણી પુરી થાય એટલે નેતાઓને ગરજ મટી જતા પાલીતાણા પંથકના અનેક પ્રશ્નો અભેરાઇ પર ચડાવી દેવામાં આવતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.