ઉજવણી:પાલિતાણા જાયન્ટસ ગ્રુપ દ્વારા સાપ્તાહિક ઉજવણીનો આરંભ

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર વિશ્વમાં તા.17થી23 સપ્ટેમ્બર દરમિયાન જાયન્ટ સપ્તાહની ઉજવણી થઇ રહી છે જે અંતર્ગત પાલિતાણા જાયન્ટસ ગ્રુપ દ્વારા પણ જાયન્ટસ સપ્તાહની ઉજવણી થશે.આ ઉજવણી અંતર્ગત એક સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જાયન્ટસ સપ્તાહ અંતર્ગત તા.17 અંકુર વિદ્યાલય ખાતે જાયન્ટસ વીકનું ઉદઘાટન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ,તા.18 સનરાઇઝ સ્કુલમાં વકતૃત્વ સ્પર્ધા,તા.19 વિનામુલ્યે દંતયજ્ઞ કેમ્પ,આંખના ચશ્માના નંબર ચેક કરવાનો કેમ્પ,કોવીડ વેકસિનેશન કેમ્પ,તા.20 આદપુર સિધ્ધવડ સરકારી શાળામાં એક મિનિટ સ્પર્ધા,તા.21 જામવાળી સરકારી હાઇસ્કુલમા રમત ગમત સ્પર્ધા,તા.22 નિર્મળ વાત્સ્લ્યધામ મોખડકા ખાતે માવતર સાથે ભોજન કરી સમાજલક્ષી સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.આ જાયન્ટસ સપ્તાહને સફળ બનાવવા સમગ્ર જાયન્ટસ પરિવાર જહેમત ઉઠાવી રહયો છે. વિવિધ કાર્યક્રમો સાથે પાલિતાણા જાયન્ટસ સપ્તાહમાં ઉજવણી કરવામાં આવશે જેમાં રમત-ગમત અને સામાજીક કાર્યક્રમો સાથે સેવાલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...