બહુમાન:પાલિતાણાના આંગણે જૈન સંઘમાં તપધર્મની હેલી વરસી

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 ઉપવાસના તપસ્વીઓનું સુવર્ણ દ્રવ્યથી બહુમાન કરાયુ
  • પૂ. ધર્મબોધી​​​​​​​ વિજયજી મ.સા.ની નિશ્રામાં તપસ્વીઓના પારણા મહોત્સવ સંપન્ન થયો

પાલીતાણા જૈન સંઘમાં.પૂ. ધર્મબોધી વિજયજી મ.સા.ની નિશ્રામાં થયેલી જૈન સંઘના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ તપશ્ચર્યાનો પારણા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે તપસ્વીઓનું બહુમાન કરાયુ હતું.

પાલીતાણા જૈન સંઘમાં તપધર્મની હેલી વરસી હતી જેમાં 30 ઉપવાસના 6 તપસ્વી, 19 ચોસઠ પ્રહરી પૌશધ,19 ઉપવાસના 1,16 ઉપવાસના 5,11 ઉપવાસના 4,9 ઉપવાસના 2,8 ઉપવાસના 28 તપસ્વીઓ હતા. કુલ 65 તપસ્વીઓમાંથી 20 તપસ્વીઓ 16થી ઓછી ઉંમરના હતા. પ્રથમ પારણાનો લાભ કલ્યાણ મિત્ર પરિવાર (ચેતનભાઈ મેહતા, અજયભાઈ શેઠ, હિતેશભાઈ અજમેરા, પ્રદીપભાઈ શાહ, શેપુંજ(લાલો) પારેખ, મયુરભાઈ વેજાણી, સંજયભાઈ દીઓરા અને જે.ડી.ભાઈ શાહએ લીધો હતો.

આ પ્રસંગે રાત્રે તપસ્વીઓના વધામણાંનો સંગીતમય પ્રોગ્રામ પણ યોજાયો હતો તેમા સ્ટેજ માયક સંચાલ ચેતનભાઈ મેહતાએ કરેલ જેમાં તપસ્વીઓનું સન્માન થયેલ. રસિકલાલ છગનલાલ સલોત પરિવારે 30 ઉપવાસના તપસ્વીઓનું સુવર્ણ દ્રવ્યથી બહુમાન કર્યું હતું. સમગ્ર આયોજન જૈન મહાજનના શાંતિભાઈ મેહતા, અજયભાઈ શેઠ, હિતેશભાઈ અજમેરા અને જેસલભાઈ શેઠે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...