સમૂહ લગ્નોત્સવ:પતિ-પત્ની પરસ્પર મિત્રભાવ રાખે તો દામ્પત્ય જીવન મધુર બને : માંડવીયા

પાલિતાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 45 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
  • કેન્દ્રીય અને રાજયના મંત્રીની ઉપસ્થિતીમાં પાલિતાણા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નોત્સવ

પાલિતાણા તાલુકા પટેલ સમાજનો સમૂહ લગ્નોત્સવ રવિવારે પાલિતાણામાં યોજાયો હતો જેમાં 45 નવયુગલોએ લગ્નગ્રંથીથી જોડાઇ સમાજ જીવનની કેડી કંડારી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,રાજયના મંત્રી જીતુભાઇ વાઘાણી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયાં હતા.

આ સમારોહના અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ નવદંપતિઓને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે લગ્નજીવનનો પ્રારંભ કરો છો ત્યારે પતિ પત્નીના વ્યવહારની સાથે પરસ્પર મિત્ર ભાવ સખાભાવને પણ સ્થાન આપજો તો દામ્પત્ય જીવન મધુર બનશે જયારે રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ દ્વારા શિક્ષણ વિભાગ અને સરકારની યોજનાઓનો લાભ લઈ વધુમાં વધુ શૈક્ષણિક સંસ્થાઓ બને.

પટેલ સમાજ વિવિધતા આપવા વાળો સમાજ છે કાંઈક વિવિધતા પણ આપે અને સર્વ સમાજને સાથે લઈ આગળ વધે.કાયમ સમાજને તથા જાહેર સમાજને સહકાર આપવા કટિબદ્ધ છીએ એવી ખાતરી આપી હતી.પટેલ સમાજના સમૂહલગ્ન માટે પ્રસંગના દાતા એવા 2027 સુધીના દાતાઓ અત્યારથી જ નોંધાઇ ચુક્યા છે.

સમુહ લગ્નમાં કરિયાવર ન લઇને રાહ ચિંધ્યો
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપના પ્રમુખ,જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરાયે પોતાના એકના એક દીકરાને પણ સમૂહ લગ્નમાં જ પરણાવ્યો સાથે એક પણ રૂપિયાનો કરિયાવર ન લઈને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...