તંત્ર નિદ્રાંધિન:જાહોજલાલી ધરાવતી પાલિતાણાની હોટેલ સુમેરૂ હાલ બંધ હાલતમાં

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર ગંભીર નહીં બને તો માલેતુજારોની હોટેલ સામે નજર
  • ગુજરાત ટુરિઝમ સંચાલિત પાલિતાણા આવતા વિદેશીઓનું માનીતું સ્થળ હોટેલ સુમેરુ ચલાવવામાં સરકારની નિરસતા

પાલીતાણામાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશનની એક માત્ર મિલકત અને પાલીતાણા આવતા વિદેશીઓનું માનીતું સ્થળ હોટેલ સુમેરુ ચલાવવામાં સરકાર નિરસ હોય તેમ લાગી રહયું છે અને જો આ હાલત રહી તો અને આ અંગે સરકાર ગંભીર નહીં બને તો ભવિષ્યમાં માલેતુજારો આ મિલકત સામે નજર માંડીને બેઠા છે.પાલિતાણા વિશ્વભરમાં ખ્યાતનામ જૈનતીર્થ હોવા ઉપરાંત વિદેશના અનેક સંશોધકોનું સંશોધન માટેનું અને પૌરાણિક વારસાનું નગર પણ છે જૈનો ઉપરાંત અહીં વિદેશના લોકો જૈન સંસ્કૃતિ , જૈન તીર્થંકરોના તપની ભૂમિ,પર્વતો સાથે જોડાયેલી ઐતિહાસિક બાબતોની જાણકારીને પર્યટન માટે વિદેશથી પણ અનેક લોકો પાલીતાણા આવતા રહે છે.

પાલીતાણા આવતા જૈન યાત્રાળુઓ માટે તો અહીં સેંકડો ધર્મશાળા છે પણ અહીં આવતા આ વિદેશીઓ અને જૈનેતરોને માફક આવે અને જેના પર વિદેશીઓ તથા બીજા રાજ્યના જૈનેતરો ભરોસો કરી શકે એવું રાજ્ય સરકારના પર્યટન વિભાગનું એક માત્ર યુનિટ એટલે પાલીતાણામાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલું હોટેલ સુમેરુએ પાલીતાણાના ઘરેણાં જેવું સ્થળ છે.

મેનેજમેન્ટની ખામીઓના કારણે બંધ થઈ
હોટેલ 2021માં બંધ થઈ છેલ્લા વર્ષોમાં કોરોનામા જતી ખોટ અને મેનેજમેન્ટની ખામીઓના કારણે હોટેલ 2021માં બંધ થઈ. 12 થી 14 લોકોનો સ્ટાફ, 20 રૂમ,એસી રેસ્ટોરેન્ટ, પાંચેક હજાર વાર જમીનમાં ગાર્ડન રેસ્ટોરેન્ટ, પાર્ટી પ્લોટ બને એવી વ્યવસ્થા છે.ચાલુ રખાય તો ફાયદો ગુજરાત ટુરિઝમની દેશભરની ઓફિસો સાથે સંકળાયેલા ટુરિસ્ટરોની ચેન બની રહે , સરકાર -મેનેજમેન્ટ કોન્ટ્રાકટ બેઝ થી આપે તો સરકારને ખોટ પણ ન થાય, જો હોટેલ બંધ રહેશે તો જાળવણી ન થવાના કારણે સરકારે રીનોવેશનમાં નાખેલા કરોડો રૂપિયા એળે જશે.

અન્ય સમાચારો પણ છે...