પાલિતાણાની સરકારી કચેરીઓ લોકઉપયોગી અને લોકજાણકારી કે જાગૃતિના સમાચારો અખબારો સુધી પહોંચાડવામાં તદ્દન નીરસ બની છે. આ નિરસતાના કારણે લોકો ઘણી બધી માહિતીઓથી અજાણ રહે છે.
પાલીતાણામાં સેવાસેતુ , આરોગ્ય કેમ્પ , શ્રમિક કાર્ડ કાઢવા કે આ પ્રકારના લોકોને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો કે કેમ્પની માહિતી લોકો સુધી પહોચે અને બહોળા પ્રમાણમાં લોકો તેનો લાભ લે એ માટે નીરસ હોય તેમ મામલતદાર , નગરપાલિકા , પ્રાંત અધિકારી , સ્થાનિક પીજીવીસીએલ કે તાલુકા પંચાયત , પુરવઠા વિભાગ , પાણી પુરવઠા વિભાગ કોઈ કચેરીઓને તેમના કામો , યોજનાઓ કે લોકો માટેની માહિતીઓ આપવામાં કોઈ રસ ન હોય તેમ અખબારો કે જેના આધારે લોકો અનેક પ્રકારની માહિતીઓ મેળવી શકે છે.
તેવી વિગતો એકપણ સરકારી કચેરી લેખિત સ્વરૂપે અખબારોને પહોંચાડતી નથી અને તેના કારણે લોકો સાચી માહિતીઓથી અજાણ રહે છે.ખરેખર તો સરકારી કચેરીઓએ લોકો સુધી માહિતી પુરી પાડવા માટે પ્રસાર-પ્રચાર માધ્યમથી હકીકત લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરવા જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.