જરૂરીયાતમંદો અનાજથી વંચિત:પાલિતાણામાં સરકારી અનાજનું ગોડાઉન તળીયા ઝાટક થઈ ગયુ

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાજના જથ્થાની સપ્લાય અત્યંત ધીમી કરી દેવાતા ડિલરોને એક સપ્તાહથી અનાજનું વિતરણ અટકયુ

પાલિતાણામાં સરકારી ગોડાઉનમાં અનાજનો જથ્થો તળીયા ઝાટક થતા રેશનમાંથી અનાજ મેળવતા જરૂરીયાતમંદ લોકોને અનાજથી વંચીત રહેવાનો વખત આવ્યો છે.પાલીતાણા ખાતે આવેલા અન્ન નાગરિક પુરવઠા નિગમના અનાજના ગોડાઉનમા અનાજનો જથ્થો ખાલી થતા રેશનિંગ દુકાનદારો પરેશાન થઇ ગયા છે.છેલ્લા આઠેક દિવસ થી પાલીતાણા સરકારી ગોડાઉન ખાતે ભાવનગરથી લીફટીંગ કોન્ટ્રાક્ટર દ્રારા સ્કીમ વાઇઝ જથ્થાની સપ્લાઇ ખુબ જ ધીમુ કરી દેવાયાના પગલે પાલિતાણાના સરકારી અનાજનું ગોડાઉન તળીયા ઝાટક થતા રેશનશોપ ડિલરોને જથ્થાનું વિતરણ નહીં કરવામાં આવતા જરૂરીયાતમંદ લોકોને અનાજથી વંચિત રહેવાનો સમય આવતા ભારે રોષ વ્યાપ્યો છે.

ગોડાઉન મેનેજર દ્રારા અવારનવાર જથ્થાની માંગણી કરવામા આવતી હોવા છતા ઉપલી કચેરીએથી બીલકુલ ધ્યાન આપવામા આવતુ નથી તેવી ફરિયાદ ઉઠી છે. આ જોતા પુરવઠા વિભાગનો વહીવટ નિષ્ફળ હોય લાગી રહયું છે. આ અંગે જીલ્લા પુરવઠા અધીકારી અંગત રસ લઈને દુકાનદારોને અનાજ વિતરણ રાબેતા મુજબ થાય તો રાશન વિક્રેતાઓ અને લાભાર્થીઓને મુશ્કેલીનો સામનો ના કરવો પડે.

અન્ય સમાચારો પણ છે...