પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આજે જિલ્લા કક્ષાના વનમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉર્જામંત્રી સૌરભ પટેલ,વનવિભાગના ડો.કે રમેશ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. આ પ્રસંગે વનવિભાગ દ્વારા કરાયેલી કામગીરી કે રમેશ અને સંદીપકુમાર દ્વારા રજૂ કરાઈ હતી ધારાસભ્ય કેશુભાઈ દ્વારા લોકોના સહકારથી થઈ રહેલા વૃક્ષારોપણના કાર્યક્રમની પ્રશંશા અને વૃક્ષોની મહતા આપણને કોરોના કાળમાં સમજાઈ છે તો વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ તેવી લોકોને અપીલ કરી ધારાસભ્ય ભીખાભાઇ દ્વારા વનીકરણ ઉપરાંત સરકારના સર્વાંગીણ વિકાસની ઉપસ્થિત મંત્રી સૌરભભાઈના ઉર્જા વિભાગની કામગીરીની વાત અને સરકારની લોકો પ્રત્યે કામ કરવાની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી.
મંત્રી સૌરભભાઈ પટેલે તેમના વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં શરૂ થયેલી કિસાન સૂર્યોદય યોજનાની મહત્વતા સમજાવી હતી અને ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાને એક વરસમાં સમગ્ર ગુજરાતમાં લાગુ કરી સરકારની ખેડૂતો માટે દિવસે કામ રાત્રે આરામના સૂત્રને સાકાર કરવા ખાતરી આપી હતી.
વનવિભાગના સહકારથી પાલીતાણા પર્યાવરણ રક્ષક સમિતિ દ્વારા એક લાખ વૃક્ષોના વાવેતર માટે કરાયેલા કામને આ તકે બિરદાવાયેલ તથા વન વિભાગના કર્મચારીઓને પણ ઉત્કૃષ્ટ કામ માટે સન્માનિત કરાયા હતા તો વનવિભાગના રાજ્ય કક્ષાના કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું વર્ચ્યુઅલ લાઇવ સંબોધન પણ ઉપસ્થિત લોકોએ માણ્યું હતું જયારે કાર્યક્રમમાં શાળામાં પ્રતીકાત્મક વૃક્ષારોપણ કરાયું હતું. ઘેટી ગામે વનવિભાગ અને ગામપંચાયત તથા સ્થાનિકો દ્વારા વિશાળ વન ઉભું કરવા આયોજન થયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.