પાલિતાણા તેમજ ગ્રામ્ય વિસ્તારની અર્થતંત્રની હાલત અતિ કઠિન બની ચૂકી છે. તાલુકામાં બેરોજગારી, મોંઘવારીથી અર્થતંત્રની ગાડી ઉભી રહી ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિતાણા પંથકનું અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર, હીરા ઉદ્યોગ, પશુપાલન અને યાત્રિકો આધારિત છે જેમાં કૃષિકારોની હાલત તો સાવ ખરાબ બની ચૂકી છે. પોષણ ભાવો, પાક વીમો, અપૂરતી વીજળી મળવાથી ખેડૂતોમાં નિરાશા નો માહોલ જોવા મળી રહ્યો છે તો હીરા ઉદ્યોગોમાં મંદીથી અનેક રત્ન કલાકારો બેકાર બની ગયા છે.
પાલિતાણા પંથકમાં હજારો યુવાનો બેરોજગાર છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આર્થિક પેકેજ કે આત્મ નિર્ભર લોનથી અર્થતંત્રને કોઈ ફાયદો ન થયાનું જાણકારો કરી રહ્યા છે. વેપાર ધંધામાં મંદી ચાલી રહી છે આથી પાલિતાણા આર્થિક સંકટમાં મુકાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ ધંધાકીય ચેઈન તૂટી હોવાથી તેને જોડવી ખૂબ બહુ જ અઘરી છે. આવા સંજોગોમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે.
રોજગારી માટે પ્રયાસો કરવા જોઈએ
પાલિતાણા તાલુકામાં બારેમાસ રોજગારી આપી શકે તેવો ભારે કે મધ્યમ પ્રકારના ઉદ્યોગ એકમ ન હોવાથી વર્તમાન સમયમાં પાલિતાણા શહેર અને ગામડાએ રોજગારી માટે શહેર તરફ ધસારો વધ્યો છે આગામી સમયમાં લોકોને રોજગારી મળી રહે તે માટેનું નકકર આયોજન નહીં કરવામાં આવે તો તાલુકામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.