ધરતીકંપ:પાલિતાણા પંથકના ગામોમાં અનુભવાતા ભુકંપના આંચકા

પાલિતાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિતાણા પંથકમાં છેલ્લા 24 કલાકમાં 7 જેટલા ભૂકંપના આંચકાથી ગ્રામજનો ભયભીત બન્યા છે.પાલિતાણાથી લગભગ 12 કિમિ દૂર આવેલા જુના સરોડ ગામે છેલ્લા આઠ દિવસથી ભૂકંપના આંચકા આવતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે એમાંયે છેલ્લા ચોવીસ કલ્લાકમાં તો સાત જેટલા આંચકા આવ્યા છે અને ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે તેમના કાચા મકાનો તો ઠીક પાકા મકાનો પણ ધણધણી ઉઠે છે અને મહિલાઓ તથા બાળકો ડરથી ઘર બહાર નીકળી જાય છે.

આ સ્થિતિમાં તેઓ તંત્ર પાસે રજુઆત કરવા જવાના છે એવું ગામના યુવાનોએ જણાવેલ છે. સિહોરના પણ કેટલાક ગામોમાં અવાર-નવાર ભુકંપના આચકા અનુભવાઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...