પાલીતાણામાં શેત્રુંજી નદી પર બંધાયેલો ડેમ અનેક ગામડાઓને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે પણ પાલીતાણાના જ 30-40 ગામો એવા છે જયાં પાણીની વિકટ સમસ્યા ભોગવી રહયાં છે જેથી ગામો કુવાના કાંઠે જ તરસ્યા એવો ઘાટ સજાર્યો છે.ન તો શેત્રુજી નદીનું પીવાનું પાણી મળે છે ન સિંચાઈનું પાણી.આવી પરિસ્થિતિ હાલ છે પરંતુ આના માટે તંત્રનું કોઇ આયોજન નથી.
પાલીતાણામાંથી પસાર થતી શેત્રુંજી નદીએ અનેક લોકો માટે પીવાના પાણીની જીવાદોરી સમી છે,પાલિતાણા શહેર અને બાજુના જ એવા ગારીયાધાર,તળાજા તાલુકા તથા છેક ભાવનગર શહેરને ડેમમાંથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પણ શેત્રુંજી ડેમ નજીકના જ અનેક ગામો એવા છે જયાં પાણી માટે લોકો યાતના વેઠી રહયાં છે.
તેમજ તળાજા,ઘોઘા, ભાવનગર તાલુકાના અસંખ્ય ગામોના ખેડૂતોને શેત્રુંજય ડેમમાંથી ખેતી માટે પણ પાણી અપાય છે.પરંતુ ખાટલે મોટી ખોટ છે કે શેત્રુંજી ડેમ નજીકના જ અનેક ગામો એવા છે જયાં પાણી માટે લોકો યાતના વેઠી રહયાં છે.સિંચાઈ તો એક તરફ અહીં લગભગ 35 થી વધુ ગામોને પીવાના પાણી માટે નર્મદાનું ચોરવડલા સંપથી અપાય છે ત્યાં પણ જો શેત્રુંજય આધારિત યોજના બને તો છેક મહીંનું પાણી શેત્રુંજીની નજીકના ગામમાં આવે.
ડેમ નજીક આ ગામોને પાણી નથી મળતુ
પાલીતાણાની નજીક આવેલા અને પાલીતાણા તાલુકાના જ એવા કેટલાક ગામો જેવા કે વડિયા,મોટી રાજસ્થળી ,જમણવાવ,રતનપર,બહાદુરગઢ,પીથલપુર,વાળુકડ,બહાદુરપુર,મોતીશ્રી,આકોલાળી,નોંધણવદર,ખીજડિયા,ખાખરીયા , ખીજડિયા,મોખડકા,ભારાટીંબા,માલપરા,રંડોળા,જામવાળી,લુવારવાવ,બડેલી,જાળીયા,કુંભણ,લોઇચડા,સેન્જળિયા, રાણપરડા,ઘેટી,માનવડ,જાળીયા,દેદરડા,કંજરડા,આદપુર જેવા લગભગ 40 જેટલા ગામો પાલીતાણા તાલુકામાં જ છે જેમાંથી અમુક ગામને પીવાનું પાણી શેત્રુજીમાંથી મળે છે પણ સિંચાઇની તો કોઈ યોજના જ નથી.પાલીતાણા તાલુકામા ખારો ડેમ,માંડવડા ડેમ,હણોલ ડેમ,ચોંડા ડેમ એમ યોજનાઓ બની હોવા છતાં આ ચાલીસ ગામો માટે સિંચાઈના પાણી માટે કોઈ યોજના નથી કે કોઈ વિચારણા પણ નથી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.