સમસ્યા:પાલિતાણાની સરકારી કચેરીઓમાં સિટીઝનોને ફિંગર પ્રિન્ટની સમસ્યા

પાલિતાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફિંગર પ્રિન્ટ સિવાયના વિકલ્પની વ્યવસ્થા નથી
  • ફિંગર પ્રિન્ટ ન આવવાના કારણે સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ

પાલિતાણામાં સિનિયર સિટીઝનોને ફિંગર પ્રિન્ટ ન આવવાના કારણે સરકારી યોજનાઓથી વંચિત રહેવું પડે અથવા હેરાન થવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.ફિંગરપ્રિન્ટના વિકલ્પ રૂપે આઇવીઝનના મશીન છે પણ બેંકો કે સરકારી કચેરીમાં આ સુવિધા ઉપલબ્ધ નથી.

સરકાર દ્વારા આધાર કાર્ડ અને બીજી ઘણી યોજનાઓમાં જે તે વ્યક્તિના ફિંગર પ્રિન્ટ લઈ વેરિફિકેશન કરવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાયેલ છે આ ઉપરાંત મોબાઈલમાં ઓટીપી કે આઇવીઝનના વિકલ્પ પણ અપાયેલા છે પરંતુ પાલીતાણાની મોટાભાગની બેંક કે સરકારી કચેરીમાં ફિંગરપ્રિન્ટ સિવાયના વિકલ્પની વ્યવસ્થા ન હોવાથી સિનિયર સિટીઝનો કે જેમાં ખાસ કરીને 70 થી વધુ વયના લોકો હોય તેમની આંગળીઓમાં લાગેલા ધસારાના કારણે ફિંગર પ્રિન્ટ મેચ થતા નથી

તેના કારણે આવા વૃદ્ધોને આધાર કાઢવા કે બીજી કોઈ સરકારી યોજના કે જ્યાં ફિંગર પ્રિન્ટ આપવા ફરજિયાત હોય છે ત્યાં હેરાન થવું પડે છે આ માટે વિકલ્પ રૂપે આઈવિઝનના મશીનને વાપરી આંખોના નિશાન લઈ શકાય છે પણ તે પાલીતાણા ની ઓફિસોમાં ઉપલબ્ધ નથી જે ક્ષતિ વહીવટી તંત્ર દ્વારા નિવારવી આવશ્યક છે,સિનિયર સિટીઝનો ઉપરાંત અન્ય મજૂરી કામ કરતા લોકોને પણ હાથમાં લાગેલા ઘસારાના કારણે પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...