મુશ્કેલી:પાલીતાણા ઓવનબ્રિજ પર ઢોરના અડીંગા માથાનો દુ:ખાવો

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર લોકોની મુશ્કેલી નિવારવા પગલા ભરે
  • પુલ મોટો બનાવ્યો પણ આખલા, ફૂટપાથ પર લારી-પાથરણા અને આડેધડ વાહન પાર્કિંગ

વાહનો અને લોકોની સુવિધા માટે પાલિતાણામાં ઓવનબ્રિજ પર પુલ મોટો બનાવવામાં આવ્યો પણ હાલ આ બ્રિજ પર ઠેર ઠેર અડીંગો જમાવીને બેઠેલા ઢોર અને આડેધડ લારી-પાથરણાથી વાહનોને અડચણ ઉભી થઇ રહી છે.તંત્ર લોકોની મુશ્કેલી નિવારવા પગલા ભરે તેવું નગરજનો ઇચ્છી રહયાં છે.

પાલીતાણા શહેરમાં ઓવનબ્રિજ એ પાલીતાણાનો ખુબ ગીચ વાહન વ્યવહાર ધરાવતો વિસ્તાર છે પુલ મોટો બનાવ્યો છે પણ બંને સાઈડની ફૂટપાથનો કબજો લારી,પાથરણા વાળાઓએ લઈ લીધો છે બાકી થોડું વધે ત્યાં લોકો વાહન પાર્ક કરી દે છે અને રોડ વચ્ચે બાકી રહે ત્યાં આખલાઓ કબજો લઈ લે છે જેને લઈને રાહદારીઓ અને નાના વાહન ચાલકોનો તો મરો થાય છે.

અધુરામાં પુરૂ હવે તો બાકી રહે તો બાયપાસ કે હાઇવે પર પણ આખલાઓ રીતસર કબજો જમાવી દે છે જે ક્યારેક જીવલેણ અકસ્માતો નોતરવાની નોબત પણ લાવી શકે છે આવા સંજોગોમાં લોકો પણ આ પ્રશ્નોનો યોગ્ય નિકાલ ઈચ્છે છે.ક્યારેક લોકોની મુશ્કેલીના કારણે આ અબોલ પશુઓ પણ લોકોના રોષનો ભોગ બને છે.

અન્ય સમાચારો પણ છે...