હુમલો:ભાજપના તાલુકા પંચાયતના સદસ્યના પરિવાર પર હુમલો

પાલિતાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણાના જામવાળી ગામે ચૂંટણીમાં હાર્યાની દાઝે તથા પૈસાની લેતીદેતી મામલે પરિવાર પર હુમલો કરી નાસી છુટ્યા

પાલિતાણાના જામવાળી ગામે ચુંટણીમાં હાર્યાંની દાઝે તથા પૈસાની લેતી દેતી અને આગામી સરપંચની ચુંટણીમાં ઊભા રહેવા મુદ્દે ભાજપના પાલિતાણા તાલુકા પંચાયતના સદસ્યના પરિવાર પર હુમલો થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ હુમલો કરીને તમામ લોકો ભાગી ગયા હતા.

પાલિતાણા તાલુકાના જામવાળી-1 ગામે ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય તુલશીભાઈ બીજલભાઈ ચૌહાણના પરિવાર પર હુમલો થયો છે. આજે બપોરના ચાર વાગ્યાના અરસામાં ગીરીશ પોપટભાઈ રાઠોડ, અશોક પોપટભાઈ રાઠોડ, ભરત શીવાભાઈ રાઠોડ, દામજી બેરાભાઈ રાઠોડ, વિક્રમ ધરમશીભાઈ રાઠોડ સહિત આશરે 30 થી 40 લોકોએ ગત તાલુકા પંચાયની ચુંટણીમાં હાર્યાની દાઝે તથા પૈસાની લૈતી-દેતી અને આગામી સરપંચની ચુંટણીમાં ઊભા નહી રહેવાની શેખી મારી તેમના ઘર બહાર આવી અપશબ્દો કહી દરવાજા પર પથ્થર મારો કર્યો હતો. આ અંગે તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઈના ભાઈ જસાભાઈના જણાવ્યા અનુસાર દરવાજ પર પથ્થર મારો થતાં તુલસીભાઈએ દરવાજો ખોલ્યો એટલે તેમને બહાર ઢસડી હુમલો કરતા કહ્યું કે, અમારે સરપંચનું ફોર્મ ભરવાનું છે, તમારે ઊભુ નથી રહેવાનું, દર વખતે સરપંચમાં ઊભા રહો છો, કોઈનો વારો આવવા દેતા નથી, ઊભા રહ્યાં તો જાનથી મારી નાખીશું તેમ કહી પરિવારના તમામ સભ્યો પર હુમલો કર્યો હતો જેમાં તુલસીભાઈ તથા તેમના ભાઈ જસાભાઈને ઈજાઓ પહોંચી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યોને મુંઢ ઘા વાગ્યા હતા જેમને સારવારઅર્થે ભાવનગર ખસેડાયા હતા. તેમના પરિવારના જણાવ્યા અનુસાર આ લોકો હુમલો કરવા આવ્યા ત્યારે જ પોલીસને જાણ કરી હતી પરંતુ હુમલો કરીને નાસી છુટ્યા તે પછી છેક પોલીસ આવી હતી. આ અંગે મોડી રાત સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...