પવિત્ર તીર્થ નગરી પાલીતાણા શહેરનો વિસ્તાર ચૌતરફ વિકસી અને વિસ્તરી રહ્યો છે. શહેરના છેવાડે અને નવી સોસાયટીઓ વિકસી રહી છે ત્યારે પાલિતાણાના શહેરીજનો સીટી બસની અતિ આવશ્યક ગણાતી સેવાથી વંચિત રહ્યા હોય લોકોમાં કચવાટ વ્યાપેલ છે આથી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માગ ઉઠી છે.પાલિતાણા શહેરમાં વર્ષ દરમ્યાન પ્રસંગોપાત તેમજ જાહેર દિવસોમાં યાત્રિકો તથા શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે બારે મહિના યાત્રિકો ટુરીસ્ટોની અવર જવરથી સતત ધમધમતા પાલિતાણા શહેરમાં બહારગામથી આવનાર યાત્રિકોને અહીં સીટી બસ સેવા ઝંખી રહયા છે.
પાલીતાણા શહેરમાં તંત્ર દ્વારા બસ સ્ટેશનથી અને રેલ્વે સ્ટેશનથી શત્રુંજય તળેટી સહિત દૂરના વિવિધ વિસ્તારોને સાંકળતી સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવું યાત્રિકો પણ ઈચ્છિ રહ્યા છે. દેશ વિદેશમાં ખ્યાતનામ પાલિતાણા જૈન યાત્રાધામના કારણે પાલિતાણા શહેરનો વિકાસ વધી રહ્યો છે જેથી ગ્રામ્ય વિસ્તારના ધંધાથીઓ. રત્ન કલાકારો. નોકરીયાતો પાલીતાણા શહેરમાં સ્થાયી થઈ રહ્યા છે.
આ ઉપરાંત વર્ષોથી પાલીતાણા શહેરમાં મોટા પાયે હીરા ઉદ્યોગ. સુર ઉદ્યોગ. એમરોડરીવકૅ. સહિતના અનેક ગૃહ ઉદ્યોગો ધમધમી રહ્યા છે જેથી આ શહેરના મુખ્ય માર્ગો તથા બજારોમાં ભારે ગીરદી અને ગીચતા જોવા મળે છે રેલવે સ્ટેશનથી રાજવાડી વિસ્તાર. તળેટી વિસ્તાર. પેલેસ રોડ ગાયત્રી સોસાયટી બહાર પરા રીંગરોડ સર્વોદય સોસાયટી. તળાજા રોડ સહિતના વિસ્તારોનું અંતર ઘણું લાંબુ છે જ્યાં જવા માટે રિક્ષાના ભાડા બહુ વધુ લેવામાં આવે છે જો તંત્ર દ્વારા સીટી બસ સેવા શરૂ કરવામાં આવે તો ટ્રાફિક પણ મળી રહે અને આવક પણ સારી થાય તેમ છે.
મુસાફરો ગરજના ભાવ ચૂકવે છે
યાત્રા કરવા આવતા યાત્રીકો બસમાં પાલીતાણા આવે છે ત્યારે પોતાના ગામથી થયેલ બસ ભાડા જેટલું ભાડું બસ સ્ટેશનથી ધર્મશાળા સુધીના રિક્ષાવાળાઓ લઈ રહ્યા છે ગરજના માર્યા યાત્રિકો મોંઘું ભાડું ચૂકવે છે આથી અહીં સીટી બસ સેવા શરૂ કરવી હતી આવશ્યક છે. > પ્રવીણકુમાર. જે. શાહ
તગડા ભાડાથી લૂંટાતા યાત્રિકો
પાલીતાણાનો વિસ્તાર ચારે તરફ વધી રહ્યો હોય લોકોને શહેરમાં આવવા જવા માટે રિક્ષાવાળા પોસાય તેવા નથી આજે મિનિમમ 40 થી 50 રૂપિયા રિક્ષા ભાડુ વસુલાતું હોય છે જ્યારે તળેટી તરફ જતા યાત્રીકો પાસેથી વધારે ભાડું વસૂલાતું હોય જેમાં યાત્રિકો અને મુસાફરો લૂંટાઈ છે. - તેજસ ઘોઘારી, અમદાવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.