વિવાદ:પાલિતાણાની રાજેન્દ્ર જૈનભુવન ધર્મશાળા બાબતે સામસામા આક્ષેપ

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલીકા સામે ધર્મશાળાના પ્લાન પાસ કરવા ખોટી રીત અપનાવાયાની ફરિયાદ

પાલિતાણામાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલીકા સામે ધર્મશાળાના પ્લાન પાસ કરવા ખોટી રીત અપનાવાયાના તથા તેમાં આર્થિક વહીવટ કર્યાના મેસેજ તથા લેખિત ફરિયાદ ઉઠી છે.આ બાબતે જે ધર્મશાળાના પ્લાન બાબત વિવાદ છે એ રાજેન્દ્ર જૈન ભુવનના મેનેજર ભરતભાઇ પારેખે જણાવ્યુ હતું કે અમે અમારી ધર્મશાળાની જગ્યા બીજા એક સેવાભાવી ટ્રષ્ટને ઉપાશ્રય , ધર્મશાળા તથા સેવાકીય પ્રવૃત્તિ માટે વાપરવા આપેલ છે અને તે માટે તેના પર બાંધકામ કરવા સરકારના નિયમ મુજબ પ્લાન પાસ કરવા ઓનલાઈન પ્રોસીઝર કરેલ છે અને પ્લાન પાસ થયા પછી નિયમ મુજબ નગરપાલિકાની રજા ચિઠ્ઠી મેળવેલ છે અને એમાં અમે કાંઈ ખોટું કે કોઈ સાથે લેવડ દેવડ કરેલ નથી ઉપરાંત આ અંગે કોઈ વ્યક્તિઓએ અમારા પાસે પૈસા મેળવવાની લાલચે અમારી મંજૂરી વગર ફોટા વિડીઓ કરી અમને બદનામ કરવા કારસો કરેલ છે.

જયારે બીજી બાજુ ચીફ ઓફિસર ખીમસુરિયાએ જણાવ્યુ હતું કે પ્લાન પાસ કરવાની સત્તા અમારા પાસે નથી અમે માત્ર પુર્તતા કરતા હોઈએ છીએ અને પ્લાન મંજુર થયે રજા ચિઠ્ઠી આપતા હોઈએ છીએ આમા અમારા તરફથી કાંઈ ખોટું કરવાનું આવતું જ નથી તો ફરિયાદી દ્વારા એવુ પણ જણાવાયું છે કે અગાઉની દુકાનો મંજુર થયેલ દુકાનોમાં ખોટું થયું છે તો એ વિષય હાલ પાસ થયેલા પ્લાનને ક્યાંય લાગતો વલગતો નથી અને તે મંજુર કરવાનો અત્યારે કોઈ પ્રશ્ન પણ નથી.

પાલિતાણામાં અવાર નવાર આવા પ્રશ્નો ઉભા થાય છે અને પછી કોઈને ખબર ન હોય એમ બધું શાંત પણ થઈ જાય છે આવીજ બીજી ઘટના છે આરીસાભુવન ધર્મશાળાની જે ધર્મશાળાએ મંજુરીથી વધુ બાંધકામ કરતા અને તેની ફરિયાદ આવતા નગરપાલિકાએ તેમને નોટિસ આપેલ અને ત્યારબાદ પણ આપેલ નોટિસનો ભંગ કરતા નગરપાલિકા દ્વારા આરીસાભુવન ધર્મશાળાના બાંધકામને સિલ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...