15 દિવસમાં આગનો બીજો બનાવ:પાલિતાણાના હસ્તગીરી તીર્થ ઉપર ડુંગરમા આગ લાગી

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​પાલિકાના સ્ટાફે 7 હજાર લીટર પાણી છાંટી 5 કલાકની જહેમત બાદ આગ બુઝાવી

પાલિતાણાના હસ્તગીરી તિર્થ ડુંગર પર 15 દિવસમાં આગનો બીજો બનાવ બન્યો છે. અગાઉ 31 માર્ચે સાંજના સમયે ડુંગરાઓ પર આગ લાગ્યા બાદ આજે ફરી આગ લાગી હતી. જેને નગરપાલિકાના ફાયર સ્ટાફે પાણીનો છંટકાવ કરી કાબુમાં લીધી હતી.

પાલીતાણાના હસ્તગીરી તીર્થ ઉપર મંદિરની બાજુની સાઈડના ડુંગરમાં ગઈકાલે સવારે 11 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. તિર્થક્ષેત્રની ગીરીમાળામાં લાગેલી આગથી આજુબાજુના ગામોના આકાશમાં ધુમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ પણ જોવા મળી હતી. બનાવની જાણ પાલિતાણાના નગરપાલિકાના ફાયર વિભાગને થતાં ફાયર વિભાગે ડુંગર પર ફાયર ફાઈટર પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.

આ અંગે હસ્તગીરી તીર્થના મેનેજર અજયભાઈ શાહના જણાવ્યા અનુસાર ડુંગના અંદરના ભાગે ફાયર વિભાગના વાહનો પહોંચવા મુશ્કેલ હોય તેથી મહામહેનતે ફાયર સ્ટાફે સ્થળ પર પહોંચી જ્યાં સુધી પહોંચી શકાયું ત્યાં સુધી આગને કાબુમાં લીધી હતી. જોકે સંપુર્ણ આગ બુઝાઈ નહોતી. જોકે આ આગથી કોઈ જાનહાની થઈ નથી. ઉલ્લેખનીય છે કે, હસ્તગીરીના ડુંગરાઓ પર આગ લાગવાની 15 દિવસમાં આ બીજી ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...