બેદરકાર તંત્ર:પાંચ વર્ષ પહેલા 85 લાખના ખર્ચે બનેલુ ધૂળ ખાતુ શોપિંગ સેન્ટર

પાલિતાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જમીનના વિવાદને મામલે હરરાજીની મંજૂરી મળતી નથી
  • પાલિતાણા નગરપાલિકા દ્વારા પાર્ટ 2 શોપીંગ સેન્ટરમાં 27 દુકાનો બનાવાય પણ ઉપયોગમાં લઇ શકાતી નથી

પાલીતાણા નગરપાલિકા દ્વારા સ્ટેશન રોડ પર હયાત સરદાર શોપિંગની પાછળના ભાગમાં એક સરદાર શોપિંગનો પાર્ટ 2 બનાવેલ છે આ પાર્ટ 2 શોપિંગમાં 27 દુકાનો બનાવેલ છે અને બનાવી તેને પાંચ વર્ષનો સમયગાળો થઈ ગયો છે. નગરપાલિકાને એ વખતે આ શોપિંગ સેન્ટર બનાવવા 85 લાખનો ખર્ચ થયો હતો. શોપિંગ બનાવ્યા બાદ જે જમીન ઉપર શોપિંગ સેન્ટર બનાવાયું છે તે જમીન સરકારની માલિકી છે ત્યાં નગરપાલિકા શોપિંગ બનાવી શકે નહીં તેવો વિવાદ છે અને તેના કારણે હરરાજીની મંજૂરી ન મળતા પ્રજાને ઉપયોગમાં આવનારા એક કરોડ રૂપિયા ધૂળ ખાઈ રહ્યા છે.

કોઈ સામાન્ય માણસ સરકારની જમીનમાં બાંધકામ કરી નાખે તો એક કેસ થાય , બાંધકામ પાડી દેવાની નોટિસો આવે આવુ બધું થાય તો નગરપાલિકાએ સરકારની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરી નાખ્યું તેનું શું ? ખરેખર તો પાલિકાએ જ્યારે બાંધકામ થતું હતું ત્યારે ન રોકીને સરકારે ભૂલ કરી પણ હવે જે શોપિંગ બની ગયું છે અને પ્રજાના એક કરોડ ખર્ચાય ગયા છે એનું શું ? આ અંગે નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટરે જણાવાયુ હતુ કે મામલો સરકાર અને પાલિકા વચ્ચેનો છે. જમીન સરકારી છે એના પર પાલિકા શોપિંગ ન બનાવી શકે એ મામલે હરરાજીની મંજૂરી મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...