ડોકટરની આત્મહત્યાનું કારણ અકબંધ:પાલિતાણામાં ડોકટરની આત્મહત્યાથી મચી ચકચાર

પાલિતાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવાન તબીબે ક્લિનિકમાં જ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ, પોલીસે તપાસ શરૂ કરી

પાલીતાણામાં અગાઉ એક વકીલ યુવાને આત્મહત્યા કરી હતી ત્યારે થોડાજ સમય પછી એક ડોક્ટર યુવાને આત્મહત્યા કરતા ચકચાર મચી છે. મળતી માહીતી મુજબ મૂળ શિહોર તાલુકાના ઢુઢસર ગામે રહેતા અને પાલીતાણા ખાતે ખાનગી ક્લિનિક ચલાવતા ડો.યુવરાજસિંહ ભુપતસિંહ રાઠોડે (ઉંમર વર્ષ 28 ) કોઇ અકળ કારણોસર પોતાના ક્લિનિકમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતુ. યુવાન તબીબે અગમ્ય કારણોસર ગળે ફાંસોખાળ જીવંત ટૂંકાવી લેતા પાલિતાણા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

આ ડોકટર પાલીતાણાના લુવારવાવ રોડ પર બાપા નામનું ક્લિનિક ધરાવતા હતા નાની વયની ઉંમરે અગમ્ય કારણોસર આપઘાત વ્હોરી લીધો જેને લઈને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.ડોક્ટરના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. પોલીસે તપાસ હાથ ધરી છે અને લાશને પીએમ અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...