અન્યાય:પાલિતાણા જતા ટ્રેઈનના મુસાફરો પાસેથી રૂ.10ને બદલે 30 પડાવાય છે

પાલિતાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન લોકલ જે હોવા છતાં ભાડું વધારે લેવાય છે
  • પાલિતાણામાંથી કોરોના ગયા પછી બધું તો કન્ટ્રોલ થયું, ભાડાની લૂંટ તો ચાલુ

કોરોના ગયો હોવા છતાં પાલિતાણા જવા ટ્રેન લોકલ જ દોડે છે, પણ ભાડું મેલ એક્સપ્રેસનું એટલે કે 10 રૂપિયાના 30 રૂપિયા લેવાઈ રહ્યા છે અને ટ્રેન તો હજી પણ પુરી દોડાવાતી નથી. પાલિતાણા ભાવનગર એ સૌથી જૂનો ટ્રેન વ્યવહાર છે અને ખાસ્સા લોકો રોજ પાલિતાણાથી મઢડા, શિહોર , વરતેજ , ભાવનગર સાથે ટ્રેન વ્યવહારથી જોડાયેલા છે અને દેશ ભરમાં સસ્તી મુસાફરી એટલે લોકલ ટ્રેન ગણાય છે એ મુજબ રનિંગ માં પાલિતાણા થી શિહોર જવું હોય ટ્રેનમાં દસ રૂપિયા ટીકીટ છે.

પણ કોરોના પછી સ્પેશ્યલ ટ્રેન, ને મેલ એક્સપ્રેસ ટ્રેન એવા બધા બહાના નીચે લોકોને આ ભાડું દસ રૂપિયા ના બદલે ત્રીસ રૂપિયા ચૂકવવું પડે છે જે એક પ્રકારે લૂંટ જેવું જ ગણી શકાય ઉપરાંત ટ્રેન પણ અહીં જે રોજની ચાર દોડતી હતી તે હજી પણ સવાર સાંજ બે ટ્રેન જ જાય છે ,પણ પાલિતાણાની પ્રજા અત્યારે તો આ ત્રાસ મૂંગા મોઢે સહન કર્યે જાય છે. રેલવેના પેસેન્જરોને થતા આ અન્યાયનો અવાજ પાલિતાણાથી દિલ્હી સુધી પહોંચે તે માટે યોગ્ય કરવું આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...