એકપણ સુવિધા નથી:પાલિતાણાની 2 લાખની વસતિ આરોગ્ય સેવાઓથી વંચિત

પાલિતાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • mri સેન્ટરની એકપણ સુવિધા નથી
  • સરકારી હોસ્પિટલમાં એક પણ સ્પેશિયાલાઇઝ્ડ ડોક્ટર નથી, આધુનિક લેબ સુવિધા પણ નથી

પાલિતાણા શહેર અને તાલુકાની મળી બે લાખની વસ્તી પણ પાલિતાણામાં આરોગ્યની અનેક સુવિધાઓથી વંચિત પાલિતાણાની કોઈ હોસ્પિટલમાં ઇકો, એમઆરઆઇ, 3d સોનોગ્રાફી,હાર્ટ અને કેન્સરના કોઈ ટેસ્ટની સુવિધા નથી. સરકારી હોસ્પિટલમાં તો એક પણ સ્પેશિયાલાઇઝ્ડ ડોક્ટર નથી , નથી આધુનિક લેબ સુવિધા પાલીતાણા તાલુકા અને શહેરની મળીને લગભગ બે લાખની આબાદી છે ,

અહીં લાખો યાત્રાળુઓ આવે છે એ જોતાં પાલીતાણા ખૂબ સગવડતાઓ યુક્ત હશે એવું લાગે પણ બીજી બધી સુવિધાઓ તો ઠીક છે અહીં કોઈને હાર્ટ એટેક આવે તો સામાન્ય ટ્રીટમેન્ટ થી આગળ ઇકો , એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટ કે એવી કોઈ સુવિધા નથી.

એના કારણે આધુનિક icu નો તો પ્રશ્ન જ ન રહે , આ સિવાય કોઈ એક્સસિડેન્ટ થાય તો mri ની અહીં કોઈ વ્યવસ્થા નથી અને હોય તો એમના કોઈ ઓપરેશનની તો પાલિતાણામાં વ્યવસ્થા જ નથી , નથી કોઈ ન્યુરોલોજીસ્ટ કે નથી કોઈ ન્યુરોસર્જન, આ ઉપરાંત અહીં કોઈ નેફ્રોલોજીસ્ટ નથી. મહિલાઓ માટે ગાયનેક સર્જન નથી કોઈ ખાનગી હોસ્પિટલ લાવે તો કેટલું રહે એ નક્કી નથી હોતું , માત્ર મફત સારવાર કરતી અને સામાન્ય સારવાર કરતી જૈન ટ્રસ્ટની હોસ્પિટલો થોડી રાહત આપે છે પણ બાકી તો રોજ હાર્ટ , કિડની , એક્સીડેન્ટના તો લગભગ કેસ ભાવનગર રીફર કરવા પડે એ સ્થિતિ છે. ઉમરાળા તાલુકાના ટીંબી ગામે તમામ સુવિધાઓ સાથેની હોસ્પિટલ છે પણ પાલિતાણામાં આવી કોઈ સુવિધા હાલ ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...