પાલિતાણા તાલુકામાં કુલ ત્રણ કોર્ટ આવેલી છે આ ત્રણેય કોર્ટ મળીને 1700થી વધુ કેસ પેન્ડિગ હોય અરજદારોને ન્યાયમાં વિલંબ થઇ રહયો છે.શહેર અને તાલુકા મળીને 2 લાખની વસતિ ધરાવતા તાલુકામાં લોકો ઝડપી ન્યાય મળે તેવી આશા રાખી રહયાં છે.
પાલીતાણા તાલુકામાં શહેર અને તાલુકાની મળી લગભગ બે લાખ લોકોની વસ્તી છે જેમાં એક ડીવાયએસપી , ટાઉન પોલીસ સ્ટેશન , રૂરલ પોલીસ સ્ટેશન , સર્કલ પોલીસ સ્ટેશન 90 જેટલા ગામ તમજ નગરપાલિકા મળીને મોટો વિસ્તાર પાલીતાણા તાલુકામાં સમાવિષ્ટ છે ત્યારે કોઈને કોઈ તકરારો , ઝઘડાઓ , જમીન , મિલકત વિવાદો તો થવાના જ અને તે બાબતે કોર્ટ કેસો , ફોજદારી કેસો પણ થવાના જ પરંતુ આ કેસ બાબતે ન્યાયિક કાર્યવાહી કેટલી ધીમી ચાલે છે.
તેનો અંદાઝ લગાડીયે તો પાલીતાણાની કોર્ટમાં સને 2000 થી લઈને આજ સુધી ચાલતા હોય અને ચુકાદા ન આવ્યા હોય એવા કુલ 1700 થી વધુ કેસ પેન્ડિંગ છે જેમાં છસ્સો છવીસ જેટલા ફોજદારી કેસ છે અને એક હજાર એકયાશી દિવાની કેસનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે પાલિતાણામાં અત્યારે બે એસ.ડી કોર્ટ તથા એક જેએમએફસી મળીને ત્રણ કોર્ટ બેસે છે ત્રણ ન્યાયાધીશ પણ છે લગભગ ચાલીસ જેટલા એડવોકેટ છે છતાં પેન્ડિંગ કેસોની આ હાલત છે.
પાલીતાણા કોર્ટમાં સગવડતાઓના નામે અનેક ક્ષતિઓ છે. કોર્ટનું બિલ્ડીંગ છેક 1965 માં એટલે કે 57 વર્ષ જૂનું છે.આ પછી તો સમગ્ર રાજ્યના અનેક નાના નાના તાલુકાઓમાં પણ નવા કોર્ટ બિલ્ડીંગો બન્યા છે પણ પાલીતાણા કોર્ટ એ જ પુરાણા બિલ્ડીંગમાં ચાલી રહી છે અને બિલ્ડીંગ જૂનું હોય આધુનિક સુવિધાઓ ન હોય એ પણ સ્વાભાવિક જ છે અને હાલ મોટી વાત એ પણ છે કે કોર્ટના નવા બિલ્ડીંગ માટે અત્યારે કોઈ પ્લાનિંગ પણ ન હોવાનું જાણવા મળી રહ્યું છે
ડિવિઝનલ કોર્ટ મળે તો કેસ અહીં જ ચાલે
આ પેન્ડિંગ કેસ ઉપરાંત અનેક કેસ દર વર્ષે ભાવનગર ટ્રાન્સફર થાય છે , જો પાલીતાણાને ડિવિઝનલ કોર્ટ મળે તો ભાવનગર રીફર થતા કેસો અહીં ચાલી શકે અને અસિલોને ભાવનગર ન જવું પડે તથા ભાવનગર કોર્ટ પર વધુ ભારણ પણ ન આવે. - કિરીટ શુક્લ, એડવોકેટ
નવા બિલ્ડીંગની ખાસ જરૂર છે
હાલમાં નવા બિલ્ડીંગની જગ્યાએ નવું બિલ્ડીંગ તો ખૂબ જ જરૂરી છે તથા કેસ 20-22 વર્ષ જુના પેન્ડિગ છે તે પણ ઇચ્છનીય તો નથી કેસોનો ઝડપથી ઉકેલ આવે તે ખુબજ જરૂરી છે. - શૈલેષ શિયાળ, એડવોકેટ
પેન્ડિંગ કેસ પાછળ અનેક કારણો
આટલા બધા કેસ પેન્ડિંગ હોવા પાછળ કોણ જવાબદાર ? આ અંગે જણાવ્યુ હતુ કે આમ તો જવાબદાર અસીલ વકીલ - વિલંબિત તપાસ - બધા જ કારણો છે કારણ કે ક્યારેક અસિલો તારીખો લઈ લે છે, તો કોઈ ક્ષતિઓ નથી પણ નવું બિલ્ડીંગ ચોક્કસ જરૂરી છે. - જયદીપસિંહ ગોહિલ, એડવોકેટ ,નોટરી પબ્લિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.