બોટાદ જિલ્લાના પાળીયાદ વિહળધામ ખાતે ભાવનગરના નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહ ઠાકર વિહળાનાથના દર્શન કર્યા હતા. તેમજ જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર નિર્માળાબા સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.
વિસામણબાપુની જગ્યા પાળીયાદ વિહળધામ ખાતે હનુમાન મહારાજના જન્મોત્સવ નિમિત્તે વિહળ પરીવારના સેવક સમુદાયના મોજીદ્રા પરીવાર દ્વારા દર વર્ષની જેમ દાદાનો મણીન્દો કરવામાં આવ્યો હતો તેમજ મારૂતિ યજ્ઞ કરવામા આવ્યો હતો.
હનુમાન મહારાજના જન્મોત્સવના પાવન દિવસે ભાવનગર સ્ટેટના રાજવી પરીવારના નેક નામદાર યુવરાજ જયવિરરાજસિંહ અને યોગીરાજસિંહ ચુડાસમા જસકા દ્વારા ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળાનાથના દર્શન તેમજ જગ્યાના મહંત 1008 મહામંડલેશ્વર નિર્માળાબા ઉનડબાપુના આશિષ તેમજ ભયલુબાપુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને જગ્યાની બણકલ ગૌશાળા, અશ્વશાળા, વિહળ વાટીકા અને કૈલાશ બંગલોની મુલાકાત લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.