તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભાવનગરના સમઢીયાળા ગામે પાણીમાં ડૂબેલા યુવકને 48 કલાકની ભારે જહેમત બાદ બહાર કઢાયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ તંત્ર દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
 • યુવાનની ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરાઇ

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સમઢીયાળા ગામ પાસે બે દિવસ પહેલા એક યુવાન શેત્રુજી નદીમાં યુવાન પડી જતા ડૂબ્યો હતો, સ્થાનિકો તરવૈયાઓ અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી પણ યુવાનનો મૃતદેહ મળ્યો ન હતો. જોકે ફાયર વિભાગની 48 કલાકની ભારે જહેમત બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢાયો હતો.

મળતી માહિતી મુજબ, એક યુવાન બે દિવસ પહેલા શેત્રુજી નદીમાં ડૂબ્યા હતો અને સ્થાનકી તરવૈયાની મદદથી શોધખોળ કરી હતી પણ મૂર્તદેહ મળ્યો ન હતો, અને ભારે શોધખોળ બાદ પણ ન મળતા, સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરાતા ભાવનગર અને રાજકોટ ફાયર સ્ટાફ પહોંચ્યો ઘટના સ્થળે દોડી જઈ યુવાનની શોધખોળ હાથ ધરી હતી.

ભાવનગર ફાયર વિભાગના અધિકારી પ્રદ્યુમ્નસિંહ દ્વારા જણાવ્યું હતું કે, આ ભાવનગરના ગારિયાધાર તાલુકાના સમઢીયાળા ગામ નજીક નદીમાં યુવાન ડૂબ્યાની ઘટના બની હતી જેને લઈ સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરી હતી પણ પછી સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ભાવનગર ફાયરબ્રિગેડ અને રાજકોટ ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૂર્તદેહ ને શોધવા ભારે શોધખોળ હાથ ધરી હતી યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થયેલા યુવાનને 48 કલાકની ભારે જહેમત બાદ શોધી પાણીમાંથી બહાર કાઢ્યો હતો.

પોલીસ તંત્ર દ્વારા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, યુવાનની કોઈ ઓળખ થવા પામી નથી, પોલીસ તંત્ર દ્વારા યુવાનની ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો