આપઘાત:ભાવનગરના બોરતળાવમાંથી યુવાનની લાશ મળી, બે દિવસ પહેલા અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું અનુમાન

ભાવનગર2 મહિનો પહેલા
  • યુવાનનો પાસપોર્ટ, અન્ય ડોક્યુમેન્ટ તથા કપડાઓ સાથેની બેગ મળી આવી
  • પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

ભાવનગરના ગૌરીશંકર બોરતળાવમાથી આજે રવિવારે સવારે એક યુવાનની લાશ મળી આવી હતી. સ્થાનિકોએ તળાવમાં યુવાનની લાશ જોતા ફાયર વિભાગને જાણ કરી હતી. જેથી ફાયરની ટીમ તાત્કાલિક પહોંચી લાશને બહાર કાઢી હતી.

શહેરના બોરતળાવમાં આજે રવિવારે વહેલી સવારે એક યુવાનની લાશ મળી આવી હતી. જેથી ડી.ડિવિઝન પોલીસ દ્વારા યુવાનની ઓળખની તપાસ કરાતા યુવાન પાસેથી મળી આવેલા આધારકાર્ડમાં તેનું નામ મનોજભાઈ સોલંકી રહે. મહુવા નુતનનગર ચામુંડા નિવાસનો હોવાનું જાણવા મળ્યું હતું.

બોરતળાવના સિકયોરિટી ગાર્ડ પાસેથી જાણવા મળતી વિગત મુજબ યુવાન બે દિવસ પહેલા તળાવમાં પડયો હોવાની અનુમાન છે. યુવાન પાસેથી એક મોટી બેગ મળી આવી હતી. જેમાં યુવાનનો પાસપોર્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટ તેમજ અન્ય કપડાઓ મળી આવ્યાં હતા.

આ બનાવને લઇને ડી.ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ યુવાનના મોત અંગેનું કારણ જાણવા મળ્યું નથી. યુવાને આત્મહત્યા શા માટે કરી છે તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસ તપાસ બાદ જ યુવાનના મોત અંગેનું કારણ જાણવા મળશે. મૃતક યુવાનની આશેર ઉંમર 25 વર્ષ હોવાનું બહાર આવ્યું છે. આ યુવાને મહુવાથી ભાવનગર શહેરનાં બોરતળાવમાં આવીને શા માટે આત્મહત્યા કરી તે અંગે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. હાલ યુવાનની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર.ટી હોસ્પિટલ ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...