તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્ડર:ભાવનગરમાં મોડી રાતે યુવાનની ઘાતક હથિયારના ઘા ઝીંકી હત્યા, બોલાચાલી થતા હુમલો કર્યો હતો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ભાવનગરના રાણીકા વિસ્તારમાં આવેલ ભાંગના કારખાના પાસે રહેતો યુવાન યોગેશ પ્રતાપ ભાઈ બારૈયા (ઉ.વ.23) આજે રાત્રે તેના ઘર નજીક આવેલ બજરંગદાસ બાપાની મઢેલી પાસે ઉભો હતો. તે સમયે કોઈ અજાણ્યા શખ્સોએ યુવાન પાસે આવી બોલાચાલી કરી તેની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારો સાથે યોગેશ પર તૂટી પડ્યાં હતાં અને ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટ્યા હતા ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પૂર્વે ઈજાગ્રસ્ત યુવાને દમ તોડ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...