તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:રાજુલા-મહુવા હાઈવે પર ડમ્પર અડફેટે યુવાનનું મોત

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દાતરડી ગામે દવાખાનાના કામે જઈ રહેલા યુવાનનું સારવાર દરમિયાન મોત

રાજુલાના વિસળિયા ગામના બે યુવાનો દાતરડી ખાતે દવાખાનના કામે જઈ રહ્યાં હતા તે દરમિયાન રાજુલા-મહુવા હાઈવે પર ડમ્પરની અડફેટે એક યુવાનનું મોત થયું હતું જ્યારે બીજા યુવાનને ઈજાઓ પહોંચી હતી. રાજુલા તાલુકાના વિસળિયા ગામે રહેતા અને મહુવા પારેખ કોલેજમાં અભ્યાસ કરતા હરેશભાઈ વાઘજીભાઈ શિયાળ (ઉ.વ.19) પોતાના મિત્ર હરેશભાઈ બાબુભાઈ સરવૈયા સાથે મોટરસાઈકલમાં દાતરડી ગામે દવાખાનાના કામ અર્થે જઈ રહ્યાં હતા.

તે દરમિયાન ડમ્પર નં. જીજે-14-એક્સ-8142ની અડફેટે બંન્ને યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવારઅર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ અને તે બાદ ભાવનગર સર ટી. ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હરેશભાઈ વાઘજીભાઈ શિયાળ (ઉ.વ.19, રહે. વિસળિયા, તા. રાજુલા)નું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલા મિત્રની સારવાર ચાલી રહી છે. મળતી વિગતો પ્રમાણે મૃતક મહુવાની પારેખ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને NCC સાથે પણ જોડાયેલો હતો. એ સિવાય છેલ્લા થોડા સમયથી આર્મીમાં ભરતી થવા માટેની તૈયારી પણ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...