તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણ ઘટના:પાલિતાણા ગારિયાધાર રોડ ખારો નદીમાં ખુપી ગયેલી ગાયને બચાવવા પડેલ યુવકનું મોત

પાલીતાણા2 મહિનો પહેલા
 • યુવક પાણીમાં ગરકાવ થયાની જાણ થતાં આસપાસના ગ્રામજનો એકઠાં થયા
 • ભેંસની પાછળ નદીમાં ગાય ઉતરતા તે કાદવમાં ખુંપી ગયેલી તેને બચાવવા જતા યુવકે જીવ ગુમાવ્યો

પાલિતાણા ગારિયાધાર રોડ ખાતે આવેલ ખારો નદિમાં ગાય ખુપી જતા પશુપાલક ગાયને બહાર કાઢવા જતા પોતે જ નદિના ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતા તેમનુ મોત નિપજ્યુ છે. પાલિતાણા ખાતે આવેલ પરીમલ સોસાયટીમાં રહેમાનદાદની વાડીમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ફિરોજભાઇ રહિમભાઇ પઠાણ (ઉ.વ.35)તેમના માલઢોરને લઇને ગારિયાધાર રોડ પર આવેલ ખારા નદિના પડતર વિસ્તારમાં ગયેલ જ્યા ભેંસો નદિમાં નીચે ઉતરતા તેની પાછળ પાછળ ગાય પણ નદીમાં ઉતરી તે પૈકી એક ગાયનો પગ નદિના કાદવમાં ખુપી જતા ફિરોજભાઇ તેમને બહાર કાઢવા માટે નદિમાં પડતા તેઓ નદિના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયેલ અને બાદમાં ગાય પણ નદીના પાણીમાં ગરકાવ થઇ ગયેલ. બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ તથા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ યુવકને બેભાન હાલતે બહાર કાઢેલ જ્યાથી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરેલ. બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસે મૃતકની અકસ્માતે મોત અંગેની નોંધી કરી પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

ગાયને બચાવવા જતા યુવક ડૂબ્યો
મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગારીયાધાર રોડ પર ખારા તળાવમાં ગાય ડૂબી રહી હતી. જે દરમિયાન પાલીતાણાની પરીમલ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય ફિરોઝ રહીમભાઈ પઠાણ ગાયને બચાવવા માટે તળાવમાં કૂદ્યા હતા. જોકે પાણી ઉંડુ હોવાથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બનાવની જાણ થતાં જ લોકો ત્યાં પહોંચ્યા હતા અને યુવકને બચાવવા પ્રયાસો કર્યા હતા. ગ્રામજનોએ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી
ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી હતી

2 કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળ્યો
ફાયર વિભાગની ટીમે યુવકની શોધખોળ શરૂ કરી હતી. 2 કલાકની જહેમત બાદ ફિરોઝભાઈની લાશ મળી હતી. આ ઘટનાને લઈ ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો