તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:પાલિતાણામાં યુવકને જીવતો સળગાવવાનો મામલો, મુસ્લિમ સમાજે આરોપીઓનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાની માગ કરી

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપીઓે સખ્ત સજા કરવાની માગ કરવામા આવી

ભાવનગર જિલ્લાના પાલિતાણામાં ગઈકાલે વ્યાજખોર નરાધમોએ એક શ્રમજીવી મુસ્લિમ યુવાનને વ્યાજની વસુલાત મામલે પેટ્રોલ છાટી જીવતો સળગાવી દેતાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું જેને પગલે હાહાકાર મચી ગયો હતો અને લઘુમતી સમાજે આરોપી ની ધડપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. આ ઘટનાના ઘેરા પડઘાઓ પડ્યાં છે અને સમગ્ર મુસ્લિમ સમાજ તથા વિવિધ સંગઠનો ભોગ બનેલા યુવાનના પરિવાર ને ન્યાય અપાવવા મેદાનમાં આવ્યાં છે.

ભાવનગર જિલ્લાના પાલિતાણામા રહી મજુરી કરતાં યુવાન મહેબૂબશા રૂસ્તમશા પઠાણ ઉ.વ.20 રે.પચાસ વારીયા હુસૈની ચોક વાળાએ પાલિતાણા ના બે શખ્સો પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા જેમાં મરણજનાર મહેબૂબ એ 40 હજાર જેવી રકમ ચૂકતે પણ કરી હતી અને રૂપિયા પાંચ હજાર ના વ્યાજ મામલે યુવાનને ઘરથી દૂર બોલાવી મારમારી પેટ્રોલ છાટી કાન્ડી ચાપી જીવતો સળગાવી નાસી છુટ્યા હતાં આ યુવાને ભાવનગર સર.ટી હોસ્પિટલ ના બન્સૅ વોડૅમા સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. આ બનાવ ને લઈ ને મૃતકના પરિજનોએ જયાં સુધી હત્યારાઓ ઝડપાઇ ન જાય ત્યાં સુધી લાશ નો સ્વિકાર તથા દફનવિધિ કરવાનો ઈન્કાર કર્યો હતો પરંતુ પાલિતાણા પોલીસે ગણતરીના કલાકોમાં એક આરોપી ને રાઉન્ડઅપ કરી એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા લઘુમતી સમાજે મધ્યસ્થી કરાવતા પરીવારે લાશનો કબ્જો લઈ ને દફનવિધિ કરી હતી,

આ ઘટનાને પગલે રાજ્ય ભરમાં વસતાં લઘુમતી સમાજમાં ઘેરા પડઘા પડ્યાં હતાં અને અનેક લઘુમતી સંસ્થાઓ તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભોગગ્રસ્ત પરિવારની વ્હારે આવ્યાં છે આજરોજ લઘુમતી સમાજના હોદ્દેદારો-અગ્રણીઓ એકઠા થઇ ને પાલિતાણા ડીવાયએસપી ને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી કે ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને તત્કાળ ઝડપી લઈ સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવામાં આવે અને સમગ્ર કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તથા હત્યારાઓને કડકમાં કડક સજા સાથે પાલિતાણામાં ફેલાયેલું વ્યાજખોરીની દૂષણ નાબૂદ કરવામા આવે. મરણજનાર પરિવારનો આધારસ્તંભ હતો આથી મુખ્ય મંત્રી મૃતકના પરિવારને આર્થિક સહાય આપે એવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો