તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મદિનની અનોખી ઉજવણી:તું કોરોનામાંથી સાજો થઇ જા, હું તારા ઘરે જમવા આવીશ : વિભાવરીબેન

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રી વિભાવરીબહેને કોરોનાના દર્દીઓની સાથે રહી જન્મદિનની કરી અનોખી ઉજવણી

હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા ક્ષત્રિય યુવાને કોરોનામાં તેના પિતાને ગુમાવ્યા બાદ થોડી હિંમત હારી ગયો અને વિચારવા લાગ્યો કે હું પણ કોરોનાથી બચી નહીં શકું. આ યુવાનના બેડ પાસે જઇ રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ તેને જોમ આપતા જણાવ્યું હતુ કે કોરોનાથી તને કાંઇ નહીં થાય, ઇન્જેકશનનો કોર્સ પૂર્ણ થઇ ગયો છે હવે તો તું સાજો-સારો થઇ જઇશ અને તું સાજો થઇ ગયા બાદ મને તારા ઘરે જમવા બોલાવજે તેમ કહેતા આ યુવાની આંખોમાં સાજા થવાની ચમક જોઇ શકાઇ હતી.

આજે ગુજરાત રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેનો જન્મ દિવસ હતો યોગાનૂયોગે સાથે આજે માતૃદિવસ પણ હતો. આજે તેઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં અચાનક સવારે પહોચ્યાં હતાં અને પી.પી.ઇ. કીટ પહેરીને પોતાના જન્મદિવસની ઉજવણી કોરોના વોર્ડમાં રહેલાં કોરોનાના દર્દીઓ સાથે કરી હતી.

વિભાવરીબેન દવે થોડા દિવસ પહેલાં જ કોરોનાગ્રસ્ત થયાં હતાં અને હમણાં જ કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને તેમના માટે કોરોના વોર્ડની મુલાકાત લેવી હિતાવહ નથી તેવી ડોક્ટરોની સલાહ છતાં, સર ટી.ના કેન્સર વોર્ડ અને કોરોના પોઝિટિવ વોર્ડની પી.પી.ઇ. કીટ પહેરીને સર ટી. હોસ્પિટલના કોરોના વોર્ડના દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા હતા. તેમણે પોતાના જન્મ દિવસની ઉજવણી હોસ્પિટલના કોરોનાના દર્દીઓને ભોજનમાં ચોખ્ખા ઘીની સુખડી ખવડાવીને કરી હતી.

એ હતભાગી દર્દી પરિવાર સાથે વાતોથી વંચિત રહી ગયો
સર ટી. હોસ્પિટલના દર્દીઓ માટેના કન્ટ્રોલ રૂમમાં દર્દીઓ વિડીયો કોલ કરીને મંત્રી વિભાવરીબહેન દર્દીના સગાઓ સાથે વાતચીત કરાવતા હતા. એક દર્દીને તેના સગા સાથે વાતો કરાવવા ફોન જોડ્યો પણ સામેથો ફોન વારંવાર કટ થઇ જતો જતો , ચારેક જેટલા પ્રયત્ન કર્યા, છેલ્લે વિભાવરીબહેન પાછા જતા હતા ત્યારે તેઓને પેલો દર્દી યાદ આવ્યો અને તેના કુટુંબીજનો સાથે વાત કરવાનું કહ્યું ત્યારે ખબર પડી કે તે દર્દીતો ગુજરી ગયો છે.

તમારા રિપોર્ટ સારા જ છે , તમને કાંઇ નહીં થાય
વિભાવરીબહેન દવે આજે હોસ્પિટલમાં કોરોનાના દર્દી એવાએક માજીને મળ્યા હતા તેઓને મનમાં પેસી ગયુ હતુ કે મારી ઉંમર થઇ ગઇ છે એટલે હવે હું નહીં બચી શકુ. આ સામે વિભાવરીબહેને માજીને સધિયારો આપી પ્રેમપૂર્વક જણાવ્યું હતુ કે તમારા રિપોર્ટ સારા છે તમે બચી જશો.

અન્ય સમાચારો પણ છે...