તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિહોર તાલુકાના દેવગાણા ગામે સાસરુ ધરાવતી અને ભાવનગર ખાતે પિયર ધરાવતી મહિલાએ પોતાના પતિ,સહિતના સાસરીયાઓ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે તેણીના પતિએ તુ મને છુટો કરી દે નહિતર તારા આંતરડા બહાર કાઢી નાખીશ તેવી ધમકી આપ્યાની અને તારી નોકરી માટે 12 લાખ ખર્ચ કર્યો છે. જે તારા બાપ પાસેથી લઇ આવી તેવી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર શહેરના માધવનગર-2 ખાતે રહેતા જગદિશભાઇ રાઘવજીભાઇ ભટટ્ની દિકરી રશ્મીતાબેન ના લગ્ન ગત તા.21/11/2016 ના રોજ અશોક મોહનભાઇ બારૈયા સાથે થયા હતા. અને લગ્ન જીવન દરમ્યાન તેઓને સંતાનમાં જેન્સી નામની બે વર્ષનુ સંતાન છે.પતિ વલસાડ જીલ્લાના પારડી તાલુકા પંચાયતમાં જુનીયર કલાર્ક તરીકે જયારે ફરિયાદી રશ્મીતાબેન દાહોદ જિલ્લાના ઉંચવાણીયા ગામે છેલ્લા દોઢ વર્ષથી વિધાસહાયક તરીકે નોકરી કરે છે.
લગ્નના બે મહિના સુધી તેણીને સારી રીતે રાખ્યા બાદ તા.23/1/2017 થી નાની મોટી વાતોમા તેકમ ધરકામ બાબતે તથા તેણી ઉપર ખોટી શંકા-કુશંકાઓ કરી તેણીના પતિ તેણીને હેરાન-પરેશાન કરતા અને સાસુ જયાબેન,સસરા મોહનભાઇ ડાયાભાઇ બારૈયા,જેઠ જયેશ ,દિયર ભારત વગેરે તેણીને કહેતા કે તારે અમો કહીયે તેમજ કરવાનું તેમ કહી પતી તેણીને ગાળો આપી મારકુટ કરી તેણીને રાંડ કહીને જ બોલાવતા હતા. અને શારીરીક-માનસીક ત્રાસ આપી સાસુ તેણીને મેણા ટોણા બોલી પતિ કહેતા કે તારી નોકરી માટે મે 12 લાખ રૂપીયાનો ખર્ચ કરેલ છે. તે 12 લાખ રૂપીયા તુ તારા બાપા પાસેથી લઇ આવ.અને તારા બાપાની મીલ્કત મને અપાવી દે.અને તેણીના ફઇબા દેવકરબેન જીવરામભાઇ પાસે પણ મીલ્કતની માંગણી કરેલ છે.પતિએ તેણીને કહેલ કે તુ મને છુટો કરી દે નહિતર તારૂ ખૂન કરી આ઼તરડા બહાર કાઢી નાખીશ.તેવી ધમકી આપેલ છે.
બાદમા તા.25/3/2020 થી તા.8/5/2020 સુધી તેણીના પતિ તેણીને તેમના પિતા મણાર ગામે રહેતા હોય ત્યા તેણીને મુકી ગયેલ હતા. બાદમા માતા-પિતાને સમગ્ર બનાવની જાણ કરેલ હતી.ત્યારથી તેણી તેમના માતા-પિતાના ઘરે રહે છે. અને ત્યાથી તેણીએ ભાવનગર મહીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.