તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:બોર્ડની પરીક્ષા સાથે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી પડશે, મે માસમાં પરીક્ષા છે માટે સમસ્યા સર્જાશે

ભાવનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ધો.12ના વિદ્યાર્થીઓએ અત્યારથી કઈ કોલેજમાં એડમિશન લેવું છે તે નક્કી કરી લેવું જોઈએ

કોરોનાની મહામારીને કારણે આ વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શીક્ષણ બોર્ડ તેમજ સીબીએસઇ દ્વારા ધો.10-12ની પરીક્ષા મે માસમાં લેવાની છે ત્યારે બોર્ડના વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓએ આગળ અભ્યાસ માટે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન પૂર્વે લેવાતા એન્ટ્રેન્સ ટેસ્ટની તૈયારી પણ બોર્ડની પરીક્ષા સાથે કરવી પડે તેવી નોબત આવી છે. આ પ્રશ્ન ખાસ કરીને ધો.12 પછી કોલેજ કક્ષાએ એડમિશન માટે સર્જાશે. સામાન્ય રીતે ધો-12 પછી વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ ટેસ્ટ પછી એડમિશન થતું હોય છે.

દર વર્ષે મે પછી એડમિશનની શરૂઆત થઈ જાય છે. અને જૂન સુધી એડમિશન ફાઈનલ થઈ જતું હોય છે. પરંતુ આ ‌વખતે દરેક બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે. તેથી આ વખતે ઘણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બોર્ડની પરીક્ષા પહેલા જ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનાર છે. આ વખતે બાળકોએ સૌથી પહેલા અત્યારથી તેમણે કઈ કોલેજમાં એડમિશન લેવું છે તે નક્કી કરી લેવું જોઈએ. કોલેજની વેબસાઈટ પર જઈને ચેક કરી લેવું કે તેની એડમિશન પ્રોસેસ બોર્ડના પરિણામ આધારિત કે એન્ટ્રન્સ પરીક્ષા આધારિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો