તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્ય:અનિંદ્રાનાં દર્દીઓ માટે યોગાસન અને સૂર્ય નમસ્કારશ્રેષ્ઠ

ભાવનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આજના યુગમાં 18 થી 23 વર્ષના 75 ટકા જેટલા યુવાનો અનિંદ્રાનો સૌથી વધુ શિકાર

અત્યારના સમયમાં સૌથી વધુ જો કોઈ રોગ ચર્ચામાં હોય તો તે છે અનિંદ્રા. તાજેતરમાં એમ.એસ.યુનિવર્સિટી વડોદરા નાં સ્ટેટ વિભાગ નાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સંશોધન અનુસાર 18 થી 23 વર્ષના 75 ટકા યુવાનો રાત્રે સૂઈ શકતા નથી, ખૂબ વહેલા ઉઠી જાય છે કે વારંવાર ઊંઘમાં ખલેલ પહોંચતી હોય તેવી તકલીફો થી પીડાય છે. 95 ટકા કિસ્સામાં આનું કારણ ફોન હોય તેવું માનવામાં આવે છે. સવારે ઉઠીને અને રાતે સૂતા પહેલાં કેટલાક આસનો અને હળવી કસરતો કરવાથી અનિંદ્રા માં ભારે રાહત મળે છે.

યોગ વિજ્ઞાન અનુસાર અનિંદ્રા માટે અનુલોમ- વિલોમ પ્રાણાયમ, ભસતરીકા પ્રાણાયમ અને ઓમકાર પ્રાણાયમ તથા આસનોમાં સુર્યનમસ્કાર ખાસ કરવાની સલાહ આપવામાં આવે છે. આ આસનો કરવાથી ઇમ્યૂનિટી વધે છે. અને નાની નાની બીમારીઓ થતી નથી. જીવન માં નોકરી, સબંધો અને પરિવાર નો તણાવ પણ દૂર કરે છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે.શરીરને ડિટૉક્સ કરે છે, જેનાથી ચહેરા પર ચમક આવે છે સ્કિન ગ્લોઇંગ બને છે.

બ્લડ સર્ક્યુલેશનને નોર્મલ રાખે છે. હૃદય તંદુરસ્ત રાખે છે અને અનિદ્રાની સમસ્યા દૂર કરે છે.ભસતરીકા પ્રાણાયમ આપણા ફેફસાંને શુદ્ધ કરે છે જેનાથી બ્લડ સર્ક્યુલેશન લયમાં થાય છે અને ઊંઘ સારી આવે છે.ઓમકાર પ્રાણાયામ થી નાભિ, હૃદય અને મગજ ત્રણેય જગ્યાએ વાઈ બ્રેશન નું સર્જન કરે છે જેથી શરીર નાં અવયવોને આરામ મળે છે અને સારી ઊંઘ આવે છે.

અનિંદ્રાનાં પ્રકાર
એક્યુટ ઇનસોમનીયા : આ પ્રકારમાં લગભગ વ્યક્તિ એક મહિનાથી વધુ સમય સુધી સૂઈ શકતી નથી. મોટાભાગે આવું તણાવ, નવી નોકરી કે પરીક્ષાઓ નજીક આવતી હોય ત્યારે થાય છે.

ટ્રાનઝીયન્ટ ઇનસોમનીયા : આ પ્રકારની અનિંદ્રા માં વ્યક્તિ એક અઠવાડિયા સુધી સૂઈ શકતી નથી. આવું કોઈ સ્લીપ ડિસઓર્ડર કે ઊંઘવા માટે નાં વાતારવરણ માં બદલાવ નાં લીધે થાય છે.

ક્રોનિક ઇનસોમનીયા : આ પ્રકારની અનિંદ્રા માં અઠવાડિયા થી લઈને મહિના સુધી વ્યક્તિ સૂઈ ન શકે તેવું બનતું હોય છે. આવી પરિસ્થતિ કોઈ અલગ પ્રકારની માનસિક કે ક્રોનિક મેડિકલ તકલીફ ને લીધે ઊભી થતી હોય છે.

મોબાઈલ સાથે સૂવું સૌથી વધુ હાનિકારક
કોઈપણ પ્રકારની કસરત જમી લીધા પછીના 4 કલાક સુધી કરી શકાય નહિ. માટે સવારે કસરત કરવાનો દિવસ દરમિયાન નો ઉત્તમ સમય છે. રાત્રે જમ્યા પછી ફક્ત ચાલવાની કસરત અને પદ્માસન જેવા આસનો કરી શકાય છે. મોબાઈલ ને સાથે લઈને સૂવું સૌથી વધારે હાનિકારક છે. કોઈપણ પ્રકારના તણાવ માં તમારું તમારા શ્વાસ પર નિયંત્રણ ખૂબ ઉપયોગી બને છે. - જાનવી મહેતા, યોગા ચેમ્પિયન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો